Site icon hindi.revoi.in

ચંદ્રયાન-2,ચંદ્રની સપાટી પર લેન્ડિંગથી માત્ર 2.1 કિમી દૂર હતુ અને સંપર્ક તૂટ્યો

Social Share

ઇસરોના અધ્યક્ષ કે.કે. શિવાને સંપર્ક તૂટવાની જાહેરાત કરતા કહ્યું તે ચંદ્રની સપાટી પહેલા લેન્ડરનું કામ 2.1 કિ.મી. સુધીની યોજના મુજબ ચાલ્યુ હતુ ત્યાર બાદ તેનો સંપર્ક તૂટ્યો હતો.

ભારતના ચંદ્રયાન -2 મિશનને શનિવારની સવારની શરૂઆતમાં આંચકો લાગ્યો હતો જ્યારે લેન્ડર વિક્રેમથી ચંદ્ર સપાટીથી માત્ર ને માત્ર બે કિલોમીટર દૂર હતુ અને ઈસરોનો તેનાથી સંપર્ક તૂટ્યો હતો. આ સાથે, 978 કરોડના ખર્ચે ચંદ્રયાન -2 મિશનના ભવિષ્ય  સસ્પેન્સ બની ગયુ ભારતીય અવકાશ સંશોધન સંગઠનના પ્રમુખ કે. શિવાને જાહેરાત કરી કે ચંદ્રની સપાટીથી 2.1 કિ.મી. સુધીની યોજના મુજબ બરાબર રહ્યું  હતું. ત્યાર બાદ જ તેનો સંપર્ક ખોવાઈ ગયો હતો.

શનિવારે સવારે લગભગ 1.38 વાગ્યે જ્યારે 30 કિલોમીટરની ઊંચાઇથી 1,680 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે 1,471 કિલો વિક્રમ ચંદ્રમાંએ ચંદ્રની સપાટી તરફ ગળ વધવાનું શરુ કર્યુ, ત્યાર સુધી બધુ કાર્ય બરાબર હતું. ઇસરોએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું, ‘આ મિશન કંટ્રોલ સેન્ટર છે. વિક્રમ લેન્ડર ઉતરી રહ્યું હતુ  લક્ષ્યથી પૂર્વે 2.1 કિ.મી. સુધી તેનું કામ સામાન્ય રહ્યું હતું. ત્યાર પછી  લેન્ડરનો સંપર્ક જમીન પરના કેન્દ્રથી તૂટ્યો હતો. આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.

ઇસરોના ટેલિમેટ્રી, ટ્રેકિંગ ન્ડ કમાન્ડ નેટવર્ક કેન્દ્રના સ્ક્રીન પર જોવામાં આવ્યુ હતુ કે,વિક્રમ તેના માર્ગથી થોડો દૂર હતો  ત્યારબાદ તેનો સંપર્ક તૂટી ગયો હતો.લેન્ડર ખૂબ જ આરામથી નીચે આવી રહ્યુ હતુ અને ઇસરોના અધિકારીઓ આપસઆપસમાં ખુશી દર્શાવી રહ્યા હતા. લેન્ડરે સફળતાપૂર્વક તેના રફ બ્રેકિંગના તબક્કાને પૂર્ણ કરીને સારી ગતિ સાથે સપાટી તરફ આગળ વધી રહ્યુ હતુ. ઇસરોના વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ લેન્ડરનું નિયંત્રણ તે સમયે સમાપ્ત થી ગયુ હતુ જ્યારે તે નીચે ઉતરતા સમયે તેના થ્રસ્ટર્સને બંધ કર્યું હે,જો કે ,978 કરોડ રુપિયાના ખર્ચે તૈયાર થયેલું ચંદ્રયાન-2 મિશન હજુ પુરી રીતે સમાપ્ત તો નથી જ થયું.

Exit mobile version