- ઈસરોના વૈજ્ઞાનિકોને પીએમ મોદીનું સંબોધન
- પીએમએ કહ્યુ, રાત્રે તમારા મનની સ્થિતિને સમજતો હતો
- બોલ્યા, વાંચી શકતો હતો તમારા ચહેરાની ઉદાસી
- તમારી સાથે તે પળને હું પણ જીવ્યો છું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તૂટયા બાદ બેંગલુરુ ખાતે ઈસરો મુખ્યમથક પરથી દેશને સંબોધિત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં એ પણ જણાવ્યુ કે તેઓ લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તૂટયા બાદ વધુ વખત ઈસરો મુખ્યમથકમાં શા માટે રોકાયા નહીં?
વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે હું કાલે રાત્રે તમારી (વૈજ્ઞાનિકોની) મન સ્થિતિને સમજતો હતો. તેમણે કહ્યુ હતુ કે તમારી આંખો ઘણું બધું કહેતી હતી. તમારા ચહેરાની ઉદાસીમાં હું વાંચી શકતો હતો. પીએમ મોદીએ કહ્યુ કે મે પણ તે પળ તમારી સાથે જીવી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યુ કે ઘણી રાત્રિથી તમે સુતા નથી, તેમ છતાં મારું મન કહી રહ્યું હતું કે ફરી એકવાર તમારી સાથે વાત કરું. તેમણે કહ્યુ હતુ કે તેથી હું રાત્રે ચંદ્રયાનની લેન્ડિંગની આખરી પળોમાં આવેલી અડચણ બાદ વધુ સમય તમારી વચ્ચે રોકાયો નહીં.
વડાપ્રધાન મોદીએ કહ્યુ કે આખો દેશ તમારી સાથે રાત્રિભર જાગતો રહ્યો. મિશનના આખરી પળોમાં આખો દેશ ચિંતિત હતો. તેમણે કહ્યુ હતુ કે આખો દેશ મજબૂતાઈથી વૈજ્ઞાનિકોની સાથે ઉભો છે.
મહત્વપૂર્ણ છે કે આખરી પળોમાં ચંદ્રયાન-2 સાથે લેન્ડર વિક્રમનો સંપર્ક તૂટી ગયો છે. વડાપ્રધાન મોદી ખુદ પણ લેન્ડિંગના આ ઐતિહાસિક પળોના સાક્ષી બનવા માટે ઈસરોના વૈજ્ઞાનિકોની વચ્ચે હાજર હતા.