નાગપુર: મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં ગુરુવારે આરએસએસના ચીફ મોહન ભાગવતનો એક સડક દુર્ઘટનામાં આબાદ બચાવ થયો હતો. જણાવવામાં આવે છે કે આ દુર્ઘટના એક ગાયને બચાવા જતા થઈ હતી. ગાયને બચાવવા જતા ભાગવતના કાફલામાં સામેલ એક કારે પલટી મારી હતી. આ દુર્ઘટનામાં સીઆઈએસએફનો એક જવાન ઈજાગ્રસ્ત થયો હતો.
જણાવવામાં આવે છે કે કારના ડ્રાઈવરે ગાયને બચાવવા માટે અચાનક બ્રેક લગાવી હતી. તેના કારણે કારનું એક ટાયર ફાટી ગયું અને કાર પલટી ગઈ હતી. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ હતુ કે આ ઘટનામાં ગાયને કોઈ ઈજા પહોંચી નથી.
જાણકારી પ્રમાણે આ દુર્ઘટના ચંદ્રપુર-નાગપુર હાઈવે પર વરોરા પાસે સાંજે સવા પાંચ વાગ્યે થઈ હતી. જણાવવામાં આવે છે કે ઝેડ સિક્યોરિટી કવર ધરાવતા મોહન ભાગવત તે વખતે ચંદ્રપુરથી નાગપુર જઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં સીઆઆઈએસએફનો એક જવાન ઈજાગ્રસ્ત થયો હતો.
જણાવવામાં આવે છે કે જે કારમાં આ દુર્ઘટના થઈ, તેમા છ સુરક્ષાકર્મીઓ સવાર હતા. આ કાર યુપીમાં રજિસ્ટર્ડ છે. જાણકારી પ્રમાણે, દુર્ઘટના બાદ આ કાફલો પોતાના શિડ્યુલના હિસાબથી રવાના થઈ ગયો હતો. ત્યારે ઘાયલ જવાનને સારવાર માટે નાગપુર શિફ્ટ કરવામાં આવ્યો છે.
મહત્વપૂર્ણ છે કે મોહન ભાગવત આના પહેલા પણ દુર્ઘટનાનો શિકાર થઈ ચુક્યા છે. 6 ઓક્ટોબર, 2017ના રોજ તેમની તેજ ગતિથી ચાલી રહેલી કાર અન્ય વાહન સાથે ટકરાઈ હતી. આ દુર્ઘટના યુપીના મથુરા જિલ્લામાં યમુના એક્સપ્રેસ વે પર સર્જાઈ હતી.