Site icon hindi.revoi.in

આર્થિક સર્વેક્ષણ: 7% જીડીપી ગ્રોથરેટનું અનુમાન, જાણો શું કહે છે અર્થતંત્રનો હેલ્થ રિપોર્ટ

Social Share

નવી દિલ્હી : સંસદમાં દેશની ઈકોનોમીનો હેલ્થ રિપોર્ટ એટલે કે આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રાજ્યસભામાં તેને ગૃહના પટલ પર રજૂ કર્યો હતો. આર્થિક સર્વે હકીકતમાં બજેટ પહેલા દેશની આર્થિક દશાની તસવીર હોય છે. તેમાં ગત 12 માસ દરમિયાન દેશમાં વિકાસનો ટ્રેન્ડ શું રહ્યો, યોજનાને કેવી રીતે અમલમાં લાવવામાં આવી? એના સંદર્ભે વિસ્તારથી જણાવવામાં આવે છે. આ સંદર્ભે આર્થિક સર્વેમાં નાણાંકીય વર્ષ 2019-20માં દેશના વિકાસની ઝડપ સાત ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

મહત્વપૂર્ણ છે કે 2018-19માં જીડીપી વિકાસ દર પાંચ વર્ષના લઘુત્તમ સ્તર 6.8 ટકા રહ્યો હતો. સાત ટકા ગ્રોથનો અર્થ છે કે ભારત દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધતું રહેશે. તો ગ્લોબલ ગ્રોથના ઓછા રહેવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આર્થિક સર્વેની મોટી વાતો…

દેશના વિકાસદરની ઝડપ

આર્થિક સર્વેમાં 2019-20માં જીડીપીનો વૃદ્ધિદર સાત ટકા રહેવાનું અનુમાન છે. ગત નાણાંકીય વર્ષમાં જીડીપીનો વિકાસ દર 6.8 ટકા પર હતો. સર્વેમાં આર્થિક વિકાસ માટે સારી સંભાવનાઓની ભવિષ્યવાણી પણ કરવામાં આવી છે. દેશના 2024-25 સુધી પાંચ હજાર અબજ અમેરિકન ડોલરની ઈકોનોમી બનાવવા માટે જીડીપીનો વિકાસદર સતત આઠ ટકા પર રાખવાની જરૂરત હશે. સમીક્ષા કહે છે કે 2024-25 સુધી ભારતને પાંચ હજાર અબજ ડોલરની ઈકોનોમી બનાવવા માટે વડાપ્રધાન મોદીના ટાર્ગેટને પ્રાપ્ત કરવા માટે ભારતને પોતાના વાસ્તવિક વિકાસદરને આઠ ટકા પર બનાવી રાખવાની જરૂરત હશે. સમીક્ષામાં સૂચન આપવામાં આવ્યું છે કે માગણી, નોકરીઓ, નિકાસના વિભિન્ન આર્થિક પડકારોનો સામનો કરવા માટે તેમને અલગ સમસ્યાઓના રૂપમાં નહીં, પરંતુ એકસાથે જોડીને જોવું જોઈએ. આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ભારતનો સરેરાશ ગ્રોથરેટ 2015-16, 2017-18માં માત્ર ચીન સાથે જ નહીં, પરંતુ ઘણી મોટી આર્થિક ઈકોનોમીથી પણ વધારે રહ્યો હતો.

રાજકોષીય ખાદ્ય અનુમાનથી વધારે

2018-19માં રાજકોષીય ખાદ્ય 5.8 ટકા રહેવાનું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે. 2018માં આ 6.4 ટકા હતો.તેનું સંશોધિત બજેટ અનુમાન 3.4 ટકા હતું. રાજકોષીય ખાદ્ય આખરે હોય છે શું, તેને આવી રીતે સમજી શકાય છે કે જે પ્રકારે કમાણીથી વધારે ખર્ચ કોઈ વ્યક્તિના નાણાંકીય આરોગ્ય માટે ખતરનાક હોય છે, તેવી રીતે કોઈ દેશને વધારે ખર્ચ બરબાદ કરી શકે છે. દેશની આવકની સરખામણીએ વધારે ખર્ચનું અંતર રાજકોષીય ખાદ્ય કહેવામાં આવે છે.

ઓઈલ કિંમતો પર મળશે ગુડ ન્યૂઝ

આર્થિક સર્વેમાં આગામી દિવસોમાં ઓઈલની કિંમતોમાં ઘટાડાનું અનુમાન રજૂ કરવામાં આવ્યું છે. સર્વે પ્રમાણે, ઓઈલની કિંમતોમાં 2019-20માં ઘટાડો થશે.

ટેક્સ કલેક્શન

આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 13.4 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે કોર્પોરેટ ટેક્સ કલેક્શન પણ સારું થયું છે. જો કે ઈનડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં બજેટ અનુમાન 16 ટકાની સરખામણીમાં ઓછું આવ્યું છે. તેના કારણે જીએસટી રેવન્યૂમાં ઘટાડો થયો છે.

દર વર્ષે વર્કિંગ ફોર્સમાં 97 લાખનો વધારો

આર્થિક સર્વે પ્રમાણે, કામકાજી વયજૂથના લોકોની સંખ્યામાં દર વર્ષે લગભગ 97 લાખના વધારાનું અનુમાન છે. જ્યારે 2030થી કામકાજી વયજૂથના લોકોની સંખ્યા દર વર્ષે 42 લાખના વધારાનું અનુમાન છે.

જળસંકટ તરફ ઈશારો

આર્થિક સર્વેમાં ભવિષ્યમાં જળસંકટની તરફ ગંભીર ઈશારો કરવામાં આવ્યો છે. 2050 સુધી ભારતમાં પાણીની તંગી એક મોટી સમસ્યા હશે. સર્વેમાં કહેવામાં આવે છે કે સિંચાઈ જળ પર તાત્કાલિક વિચાર કરવાની જરૂરત છે, જેથી કૃષિની ઉત્પાદકતા વધી શકે છે.

કંઈક આવી છે દેશની અર્થવ્યવસ્થાની તસવીર

લઘુત્તમ મજૂરી માટે રોડમેપની વાત:

સર્વેમાં લઘુત્તમ મજૂરી નક્કી કરવાની એક રૂપરેખા પણ નક્કી કરવામાં આવી છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે એક સારી અને અસરકારક લઘુત્તમ મજૂરી નક્કી કરવાની પ્રક્રિયાને મજબૂત કરવામાં આવશે. તેના નીચલા સ્તર પર લઘુત્તમ મજૂરીને સારી કરી શકાય. સર્વે પ્રમાણે, ગ્રામીણ વિસ્તારોમાં લઘુત્તમ મજૂરીમાં 10 ટકાનો વધારો થયો છે, જ્યારે રોજગાર દર 6.34 ટકા રહ્યો છે.

સર્વેમાં ક્લાઈમેટ ચેન્જની પણ ચિંતા:

ક્લાઈમેટ ચેન્જ પર પણ સરકારની કોશિશોની રૂપરેખાની ચર્ચા આર્થિક સર્વેમાં કરવામાં આવી છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ભારતનું 2020 સુધીમાં 20-25 ટકા સુધીનું કાર્બન ઉત્સર્જન કરવાની ઘોષણાને જોતા ક્લાઈમેટ ચેન્જ એક્શન પ્રોગ્રામના કુલ 290 કરોડની પડતરથી 2014માં લોન્ચ કરવામાં આવ્યું હતું.

અનાજ ઉત્પાદન:

આર્થિક સમીક્ષામાં 2018-19માં ખાદ્યાન્ન ઉત્પાદન 28.34 કરોડ ટન રહેવાનું અનુમાન છે. કૃષિ, પશુપાલન અને મત્સ્યમાં 2.9 ટકા વૃદ્ધિનું અનુમાન છે.

કેટલી આયાત, કેટલી નિકાસ:

2018-19માં આયાત 15.4 ટકા, જ્યારે નિકાસમાં 12.5 ટકા વૃદ્ધિનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

વિદેશી મુદ્રા ભંડાર:

આર્થિક સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં વિદેશી મુદ્રા ભંડાર હાલ સર્વોચ્ચ સ્તર પર છે. વિદેશી મુદ્રા ભંડાર 2018-19માં 412.9 અબજ ડોલર રહેવાનું અનુમાન છે.

Exit mobile version