Site icon hindi.revoi.in

Budget 2019: ઈન્કમટેક્સ સ્લેબમાં ફેરફાર નહીં, સુપર રિચને આપવો પડશે વધુ ટેક્સ

Social Share

બજેટ-2019ને લોકસભામાં રજૂ કરતા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ઈમાનદારીથી ટેક્સ આપનારાઓને ધન્યવાદ આપ્યો અને કહ્યુ કે તે દેશના જવાબદાર નાગરીક છે. ટેક્સ તરીકે તેમના મૂલ્યવાન યોગદાનને કારણે દેશનો ચતુર્મુખી વિકાસ થઈ રહ્યો છે. તેમમે વચગાળાના બજેટમાં પાંચ લાખ સુધીની વાર્ષિક ટેક્સેબલ આવકવાળાઓના ટેક્સથી સંપૂર્ણપણે રાહત આપવાની ઘોષણાનો પુનરોચ્ચાર કર્યો છે. જો કે જેમની વાર્ષિક ટેક્સેબલ ઈન્કમ પાંચ લાખથી વધારે છે, તો તે આ છૂટની મર્યાદામાં નહીં આવે, કારણ કે ટેક્સ સ્લેબમાં કોઈ પરિવર્તન કરવામાં આવ્યું નથી. એ બીજી વાત છે કે ઘર અથવા ઈ-વ્હિકલ્સ ખરીદવા પર ટેક્સપેયર્સને વધારાની ટેક્સ છૂટનો ફાયદો મળશે.

ઈ-વ્હિકલ્સ ખરીદનારાઓને ઓટો લોન પર દોઢ લાખ રૂપિયા સુધીના વ્યાજ પર ઈન્કમટેક્સ છૂટ મળશે. તેના સિવાય એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ મકાન ખરીદી માટે લેવામાં આવેલી લોનના વ્યાજ પર દોઢ લાખ રૂપિયાની વધારાની છૂટ મળશે. એટલે કે અત્યારે 45 લાખ રૂપિયા સુધીના મકાન ખરીદવા પર લોનના વ્યાજ પર મળનારી કુલ છૂટ હવે બે લાખથી વધીને 3.5 લાખ થઈ ગઈ છે.

મોદી સરકારે ભલે ટેક્સ સ્લેબમાં ફેરફાર કર્યો નથી, પરંતુ વધારે કમાણી કરનારાઓને આંચકો આપ્યો છે. હવે બેથી પાંચ કરોડ રૂપિયાની વાર્ષિક આવકવાળા પર ત્રણ ટકા વધારાનો ટેક્સ લાગશે અને તેની સાથે જ પાંચ કરોડ રૂપિયાથી વધારે કમાણી પર સાત ટકા વધારાનો ટેક્સ આપવો પડશે. તેના સિવાય કોઈ બેંકમાંથી એક વર્ષમાં એક કરોડ રૂપિયાની રકમ ઉપાડે છે, તો તેના પર બે ટકાનો ટીડીએસ લગાવવામાં આવશે. એટલે કે વાર્ષિક એક કરોડ રૂપિયાથી વધારે ઉપાડ પર બે લાખ રૂપિયા ટેક્સમાં જ કપાય જશે.

ઈન્કમટેક્સ સ્લેબમાં કોઈ પરિવર્તન કરવામાં આવ્યું નથી અને તેને તમે નીચેના ટેબલને જોઈને સમજી શકો છો કે કેટલી આવકવાળા ક્યાં સ્લેબમાં આવશે.

ટેક્સ રેટ        સામાન્ય                વરિષ્ઠ નાગરિક        અતિ વરિષ્ઠ

                                                  (60થી 80 વર્ષ)          (80 વર્ષથી વધુ)

0%             અઢી લાખ સુધી        ત્રણ લાખ સુધી         પાંચ લાખ સુધી

5%             250001થી 500000   300001થી 500000   શૂન્ય

20%           500001થી 10 લાખ    500001થી 10 લાખ    500001થી 10 લાખ

30%           10 લાખથી વધુ         10 લાખથી વધુ         10 લાખથી વધુ


પાંચ લાખની વાર્ષિક ટેક્સેબલ ઈન્કમ પર ટેક્સ નહીં લાગવાને તમે આવી રીતે પણ સમજી શકો છે કે 80-સીથી લઈને 80-યુ હેઠળ આવનારા તમામ ડિડક્શન બાદ પણ જો તમારી વાર્ષિક આવક પાંચ લાખ રૂપિયાથી વધારે રહે છે, તો તમારે ટેક્સ આપવો પડશે. બાકી કોઈ ટેક્સ આપવો પડશે નહીં.

Exit mobile version