મોદી સરકારના બીજા કાર્યકાળ પહેલા બજેટમાં ડિફેન્સ સેક્ટર માટે કોઈ મોટું એલાન થયું નથી. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટીય ભાષણ દરમિયાન ડિફેન્સ બજેટનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. આ પહેલો મોકો છે કે જ્યારે કોઈ નાણાં પ્રધાનના બજેટીય ભાષણમાં ખાસ ફાળવણીની ઘોષણા સંસદમાં કરવામાં આવી નથી. જો કે આવા સંરક્ષણ સાધનો પર આધારભૂત સીમાશુલ્કથી મુક્તિ આપવામાં આવી છે કે જેમનું નિર્માણ ભારતમાં થયું નથી.
ગત ફેબ્રુઆરી માસમાં પિયૂષ ગોયલે નાણાં પ્રધાન તરીકે બજેટ રજૂ કર્યું હતું. તે બજેટમાં પિયૂષ ગોયલે વન રેન્ક વન પેન્શન હેઠળ રિટાયર્ડ સૈનિકોને 35 હજાર કરોડ રૂપિયા આપવાની વાત કહી હતી. સૈનિકોની આ માગણી 40 વર્ષથી વિલંબિત પડી હતી. આ બજેટમાં સરકારે ડિફેન્સ સેક્ટર માટે ત્રણ લાખ કરોડ રૂપિયાની બજેટીય ફાળવણી કરી હતી. ભારતીય ઈતિહાસમાં પહેલીવાર હતું કે જ્યારે ડિફેન્સ સેક્ટર માટે બજેટીય ફાળવણી ત્રણ લાખ કરોડ રૂપિયા થઈ હતી. જો કે 2018ના બજેટની સરખામણીએ ડિફેન્સ સેક્ટરના બજેટમાં મામૂલી વધારો હતો.
આના પહેલા 2018ના કેન્દ્રીય બજેટમાં નાણાં પ્રધાન અરુણ જેટલીએ 295511 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. આ હિસાબથી વચગાળાના બજેટમાં મોદી સરકારે દેશના સંરક્ષણ બજેટમાં પાંચ હજાર કરોડ રૂપિયાનો વધારો કર્યો હતો. તો 2017ના વર્ષમાં ડિફેન્સ સેક્ટર માટે બજેટની વાત કરીએ તો 2.74 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. આ હિસાબથી ડિફેન્સ બજેટમાં 7.81 ટકાનો વધારો થયો હતો.
મહત્વપૂર્ણ છે કે ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ પ્રમાણે, આપણા પાડોશી દેશ ચીનનું સંરક્ષણ બજેટમાં 250 બિલિયન ડોલરનું છે. તે ચીનના જીડીપીના ત્રણ ટકા બરાબર છે. તો પાકિસ્તાનનું સંરક્ષણ બજેટ તેના જીડીપીના 3.5 ટકા જેટલું 9.6 અબજ ડોલરનું છે. જ્યારે અમેરિકાનું સંરક્ષણ બજેટ 694 બિલિયન ડોલરનું છે, તે અમેરિકાની જીડીપીના 3.2 ટકા છે.