Site icon Revoi.in

ગુજરાતના બ્રાહ્મણ કુમારોએ લવ-કુશની જેમ કંઠસ્ત કર્યો રામ રક્ષા સ્તોત્ર

Social Share

અમદાવાદઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામમાં ભવ્યાતિભવ્ય મંદિરના નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શિલાન્યાસ કરવામાં આવશે. ત્યારે ગુજરાતના લુવાણાડાના બ્રાહ્મણ કુમારોએ રામ રક્ષા સ્તોત્ર કંઠસ્ત કર્યો છે. તેમજ બ્રાહ્મણ કુમારોના રામ રક્ષા સ્તોત્રનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બ્રાહ્મણ કુમારોનો રામ રક્ષા સ્તોત્રનો વીડિયો જોયા બાદ તમારી આંખો સામે શ્રી રામના પુત્ર લવ-કુશ દ્વારા ભગવાન શ્રી રામની સભામાં કરેલા ભજનના દ્રશ્યો આવી જશે.

મધ્ય ગુજરાતના લુણાવાડાના 13 વર્ષીય ઓમ અશ્વિન પંડ્યા, હર્ષ અશ્વિન પંડ્યા (ઉ.વ.10) અને ભવ્ય સંતોષ પંડ્યા (ઉ.વ. 12) નામના 3 બાળકોએ રામ રક્ષા સ્તોત્ર કંઠસ્ત કર્યો છે. આ ત્રણેય બ્રાહ્મણ કુમારોએ 10 દિવસમાં રામ રક્ષા સ્તોત્ર કંઠસ્ત કર્યો છે. મંત્ર મુગ્ધ કરતા આ સ્તોત્રને ફેસબુક કરવામાં આવતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ત્રણેય બ્રાહ્મણ કુમારોનો સાત મિનિટનો વીડિયો નીહાળતા લવ-કુશ દ્વારા કરવામાં આવેલા ભગવાન શ્રી રામના ભજનના દ્રશ્યો આંખ સામે આવી જાય છે. સોશિયલ મીડિયામાં બ્રાહ્મણ કુમારોનો રામ ર7 સ્તોત્રનો વીડિયો લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.