Site icon hindi.revoi.in

કાશ્મીર ભારત અને પાકિસ્તાનનો દ્વિપક્ષીય મામલો : બ્રિટનના વડાપ્રધાન

Social Share

નવી દિલ્હી : બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્પષ્ટપણે કહ્યુ છે કે કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મામલો છે. મોદી અને જોનસનની વચ્ચે મંગળવારે ફોન પર થયેલી વાતચીતમાં કાશ્મીરમાં હાલની સ્થિતિ સિવાય ભારત અને બ્રિટન વચ્ચે ભાગીદારીની મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. જોનસને ડાઉનિંગ સ્ટ્રીટમાં ગત મહીને પદભાર ગ્રહણ કરાયા બાદથી વિશ્વના ઘણાં નેતાઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. મોદી અને જોનસનની વાતચીત પણ આવી શ્રૃંખલાનો હિસ્સો હતી.

બ્રિટિશ વડાપ્રધાન કાર્યાલય 10 ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ ફોન કૉલની જાણકારી આપતા કહ્યુ છે કે વડાપ્રધાને સ્પષ્ટ કર્યું છે કે બ્રિટનનું માનવું છે કે કાશ્મીર એક એવો મામલો છે કે જેને ભારત અને પાકિસ્તાને દ્વિપક્ષીય સ્તર પર ઉકેલવો જોઈએ. તેમમે વાટાઘાટો દ્વારા મામલાના ઉકેલના મહત્વ પર ભાર મૂક્યો. મહત્વપૂર્ણ છે કે ભારતે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો હટાવી દેવાયો છે અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરી દેવામાં આવ્યો છે. તેની પૃષ્ઠભૂમિમાં જોનસને મોદી સાથે વાતચીતમાં કાશ્મીરનો ઉલ્લેખ કર્યો છે.

જોનસન અને મોદીએ ભારત અને બ્રિટનની વચ્ચે દ્વિપક્ષીય ભાગીદારીની મહત્તા પર વાત કરી અને ખાસ કરીને વેપાર અને આર્થિક સંબંધો દ્વારા તેને વધુ મજબૂત કરવાની આવશ્યકતા પર સંમતિ વ્યક્ત કરી હતી. પ્રવક્તાએ કહ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે ભારત અને બ્રિટન વચ્ચે અપાર સંભાવનાઓ છે, તેનાથી બંને દેશોની સમૃદ્ધિ વધશે. આ વાતચીત એવા સમયમાં થઈ છે, જ્યારે સપ્તાહાંતમાં ફ્રાંસમાં જી-7 બેઠક થશે, જ્યાં જોનસનના બ્રિટનના વડાપ્રધાન બન્યા બાદ બંને નેતા પહેલીવાર મુલાકાત કરશે. બંને નેતાઓએ આ સંમેલન પર વાત કરી છે.

પ્રવક્તાએ કહ્યુ છે કે જી-7 બેઠક પહેલા જોનસન અને મોદીએ પર્યાવરણ બદલાવ અને જૈવ વિવિધતા માટે અન્ય ખતરાઓથી સાથે મળીને નિપટવાની મહત્તા પર સંમતિ વ્યક્ત કરી છે. તેઓ સપ્તાહાંતે થનારી મુલાકાતમાં આ મામલા પર વાતચીત કરવા માટે ઉત્સુક છે. જો કે વાતચીતની બ્રિટન દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી જાણકારીમાં કોઈ અન્ય વિષયનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ ભારતમાં વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું છે કે આતંકવાદ અને હિંસા વિરુદ્ધ લડાઈ પર પણ વાતચીત કરવામાં આવી છે.

વડાપ્રધાન કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે, મોદીએ જોનસનનું ધ્યાન નિહિત સ્વાર્થો દ્વારા પ્રાયોજીત એજન્ડા ચલાવી રહેલા લોકોની તરફ ખેંચ્યું, જે તેમના માટે હિંસાનો પણ ઉપયોગ કરી રહ્યા છે. આના સંદર્ભે વડાપ્રધાન મોદીએ લંડન ખાતે ભારતીય હાઈકમિશનની સામે સ્વતંત્રતા દિવસ ઉજવી રહેલા ભારતીય સમુદાયના લોકો વિરુદ્ધ થયેલી હિંસાનો પણ ઉલ્લેખ કર્યો હતો. નિવેદન પ્રમાણે, વડાપ્રધાન જોનસને ઘટના માટે ખેદ વ્યક્ત કર્યો અને ભરોસો અપાવ્યો કે ભારતીય હાઈકમિશન, તેમના કર્મચારીઓ અને આગંતુકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે શક્ય તમામ પગલા ઉઠાવવામાં આવશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ આતંકવાદ તરફ પણ બ્રિટનના વડાપ્રધાનનું ધ્યાન આકર્ષિત કર્યું હતં. જેને ભારત અને યુરોપ સહીત દુનિયાના તમામ હિસ્સાઓને પોતાના લપેટામાં લીધા છે. તેમણે કટ્ટરપંથ, હિંસા અને અસહિષ્ણુતાના ખતરાને દૂર કરવા માટે પ્રભાવી પગલાની આવશ્યકતા પર પણ ભાર મૂક્યો હતો.

Exit mobile version