Site icon hindi.revoi.in

કર્ણાટકમાં બીજેપીના દલિત સાંસદને ગામમાં પ્રવેશતા જ અટકાવામાં આવ્યા-ગ્રામીણોએ કહ્યું ‘અછૂત’

Social Share

કર્ણાટકના ચિત્રદુર્ગાના બીજેપી સાસંદ નારાયણસ્વામીને દલીત સમુદાયના હોવાથી પોતાનાજ મત વિસ્તારમાં પ્રેવેશતા અટકાવવામાં આવ્યા હતા,ગામના લોકોએ તેમને ગામમાં પ્રવેશ નહોતો કરવા દીધો અને ગામની બહારથી જ પરત કરી દીધા હતા,નારાયણ સ્વામી અહીયા કેટલાક ડોક્ટર્સ અને ફાર્મા કંપનીઓના અધિકારીઓ સાથે  ગામની મુલાકાતે આવ્યા હતા. આ ઘટના તુમકુર જીલ્લાના પાવગાડા તાલુકામાં સોમવારના રોજ બનવા પામી હતી.

નારાયણસ્વામી જ્યારે ગોલારહટ્ટી ગામમાં પ્રવેશતા હતા ત્યારે ગોલા સમુદાયના લોકોએ તેમને બહાર જ રોકી રાખ્યા અને પાછા ફરવા જણાવ્યું, ગામના લોકોનું કહેવું હતુ કે,અહીયા દલીત અને પછાત જાતિના લોકોને આવવાની પરવાનગી નથી , આ ગામમાં અન્ય પછાત જાતિઓ વસવાટ કરે છે અને તેઓ બીજી જાતિના લોકોને ગામમાં પ્રવેશ આપતા નથી.

ગોલા સમુદાયના લોકો જ્યારે  સાસંદને રોક્યા અને ગામમાં પ્રવેશ ન આપ્યો ત્યારે  સાંસદ કઈજ બોલ્યા નહી તેઓ ચુપચાપ ત્યાથી રવાના થઈ ગયા હતા,તેઓ  થોડી વાત-ચીત કરી અને તરત પોતાની ગાડી તરફ વળી ગયા.કોઈ પણ પ્રકારનો વિરોધ કર્યા વિના તેઓ ત્યાથી ચાલ્યા ગયા હતા.

જો કે  આ બાબતે જીલ્લાના એસપીએ કહ્યું કે પોલીસ આ બાબતની તપાસ કરશે,અત્યાર સુધી એ વાત સ્પષ્ટ નથી થઈ કે તેમને કોણે રોક્યા હતા,પોલીસ તે લોકોની શોધખોળ કરી રહી છે,સ્થાનિક ઈન્સપેક્ટર પાસે રિપોર્ટ પણ માંગ્યો છે,ત્યારે આ વાતને લઈને કર્ણાટકના મુખ્યમંત્રી સીએન અવસ્થ નારાયણે આ ઘટનાની નિંદા કરી છે,તેમણે કહ્યું કે,જો સાસંદને ગામમાં પ્રવેશ કરતા રોકવામાં આવ્યા તો હું આમ કરનારા લોકોની નિંદા કર છું, આ બાબત પર કાર્યવાહી કરવામાં આવશે,અને વધુંમાં ક્હયું કે,આપણે બધા એક છીએ,કોઈ ભેદભાવ હોવો જોઈએ નહી,આપણા બધાના શરિરમાં એક જ લોહી છે.

Exit mobile version