લોકસભા ચૂંટણી 2019ના પરિણામોના પ્રાથમિક વલણો જાહેર થઈ ચૂક્યાં છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમત જોવા મળી રહ્યો છે. એકલી ભાજપ પોતાના દમ પર બહુમત સાથે સરકાર બનાવશે એ લગભગ નક્કી થઈ ગયું છે ત્યારે સમગ્ર દેશમાં બીજેપી કાર્યકર્તાઓ અને બીજેપી સમર્થકોમાં આનંદનો માહોલ છે.
દેશમાં ઠેર-ઠેર બીજેપી ઓફિસની બહાર તેના કાર્યકર્તાઓ જીતનો જશ્ન મનાવી રહ્યા છે. દેશ ઉપરાંત વિદેશમાં પણ બીજેપીના સમર્થકો પ્રાથમિક વલણો જાહેર થયા પછી પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.
ચૂંટણીમાં બીજેપીની લીડ સાથે એનડીએ સરકાર બનાવશેના વલણો જાહેર થયા પછી ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ તેમના ઘરની બહાર ખુશીથી મીડિયાનું સ્વાગત કર્યું. તેમણે મીડિયાની સામે બે હાથ જોડીને નમસ્કાર કર્યા.
પશ્ચિમ બંગાળના કોલકાતામાં પણ ભાજપના કાર્યકર્તાઓમાં આનંદની લહેર છે અને તેઓ જીતને સેલિબ્રેટ કરી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયાના સિડની અને મેલબોર્નમાં બીજેપીના સમર્થકોએ બીજેપીની જીતને વધાવી અને સેલિબ્રેશન કર્યું.