- આ પાંચ રાજ્યોમાં યોજાશએ પેટા ચૂંટણી
- બીજેપીએ ઉમેદવારના નામોની યાદી રજુ કરી
- છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, મણિપુર અને ઓડીશામાં યોજાશએ પેટા ચૂંટણી
ભારતીય જનતા પાર્ટીએ જુદા જુદા રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની પેટા ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોની યાદી બહાર પાડી છે, બીજેપી કેન્દ્રીય ચૂંટણીપંચ એ છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, મણિપુર અને ઓડીશામાં યોજાનારા વિધાનસભાની પેટા ચૂંટણી માટેના પોતોના ઉમેદવારોના નામની ઘઓષણા કરી દીધી છે
ભાજપે ગુજરાત પેટાચૂંટણી માટે 7 ઉમેદવારોની જાહેરાત કરી છે. રાજ્યસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ છોડનારા 5 પૂર્વ ધારાસભ્યોને ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવી છે. ભાજપની યાદી મુજબ પૂર્વ મંત્રી આત્મારામ પરમારને ગઢડાની સીટ પરથી ટિકિટ આપવામાં આવી છે.
લીમડી બેઠક પર હજુ નામ જાહેર થવાનું બાકી
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીઓ વખતે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા ભાજપ સાથે સંકળાયેલા આ નેતાઓની ટિકિટ નિશ્ચિત માનવામાં આવી રહી હતી. ત્યારે હજુ લીંબડી બેઠક પરથી ઉમેદવારની જાહેરાત કરવાનું બાકી છે.બાકીની સીટની પરિસ્થિતિને લઈને રાજ્યના નેતાઓ હાઇ કમાન્ડને વાકેફ કરશે. તેના આધારે, સેન્ટ્રલ કમિટી ઉમેદવારનું નામ જાહેર કરશે.
ગુજરાતમાં કોને કઈ સીટ પરથી મળી ટિકિટ -જાણો
હાલ રજુ કરવામાં આવેલા નામોની યાદીમાં ગુજરાતના અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબીથી બ્રિજેશ મિર્ઝા, ધીરીથી જે.વી. કાકડીયા, ગઢડાથી આત્મારામ પરમાર, કરજણથી અક્ષય પટેલ, દંગ્સથી વિજય પટેલ અને કપરાડાથી જીતુભાઇ ચૌધરીને ટિકિટ મળી છે.
સાહીન-