Site icon hindi.revoi.in

આઝમ ખાનની અભદ્ર ટીપ્પણી પર લોકસભામાં હંગામો, ભાજપના સાંસદ રમા દેવીએ માફી અને કાર્યવાહીની કરી માગણી

Social Share

નવી દિલ્હી : વાંધાજનક ટીપ્પણીના મામલામાં ભાજપના સાસંદ રમા દેવીએ સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનને કહ્યુ છે કે તેઓ માફી માંગે. રમા દેવીએ કહ્યું છે કે આઝમખાનને સંસદમાં રહેવાનો કોઈ અધિકાર નથી. ગુરુવારે લોકસભામાં ટ્રિપલ તલાક પર રોક લગાવવાની જોગવાઈવાળા બિલ પર ચર્ચા દરમિયાન જ્યારે પીઠાસીન સભાપતિ રમા દેવીને લઈને સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમખાનની એક ટીપ્પણી પર ભાજપના સાંસદોએ જોરધાર વિરોધ વ્યક્ત કર્યો અને તેમની માફીની માગણી કરી હતી. આઝમ ખાન સહીતના સમાજવાદી પાર્ટીના સાંસદોએ આ મુદ્દા પર ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. આ નિવેદન પર સાંસદ રમા દેવીએ કહ્યુ છે કે તેમણે (આઝમખાને) ક્યારેય મહિલાઓનું સમ્માન કર્યું નથી. આપણે સૌ જાણીએ છીએ કે તેમણે જયાપ્રદા સંદર્ભે શું કહ્યું હતું. તેમણે કહ્યુ હું સ્પીકરની સમક્ષ માગણી કરું છું કે આઝમ ખાનને બરખાસ્ત કરવામં આવે. આઝમખાને માફી માંગવી પડશે.

આઝમ ખાન જ્યારે મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ વિધેયક – 2019 પર ગૃહમાં થઈ રહેલી ચર્ચામાં ભાગ લઈ રહ્યા હતા, તો પીઠાસીન સભાપતિ રમા દેવીએ તેમને આસન તરફ જોઈને બોલવાની તાકીદ કરી હતી. તેના પર આઝમ ખાને એવી વાંધાજનક ટીપ્પણી કરી કે જેના પર ભાજપના સાંસદોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. પીઠાસીન સભાપતિ રમા દેવી પણ કહેતા સંભળાયા હતા કે આ બોલવું યોગ્ય નથી અને તેને રેકોર્ડમાંથી હટાવવું જોઈએ. તેમણે આઝમ ખાનને માફી માગવા માટે પણ તાકીદ કરી હતી. જો કે આઝામ ખાને તેમને સંબોધિત કરતા કહ્યુ હતુ કે તમે મારી પ્યારી બહેન છો. જો કે ભાજપના સાંસદો માફી માંગવાની વાત પર અડગ રહ્યા અને ટીકા-ટીપ્પણી ચાલુ રહી હતી॥

કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ, સંસદીય કાર્ય રાજ્ય પ્રધાન અર્જુનરામ મેઘવાલ, વન અને પર્યાવરણ રાજ્ય પ્રધાન બાબુલ સુપ્રિયો અને ગૃહ રાજ્ય પ્રધાન જી. કિશન રેડ્ડીએ આસન સમક્ષ માગણી કરી હતી કે સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાને પોતાની ટીપ્પણી માટે માફી માંગવાનો નિર્દેશ આપવો જોઈએ.

શુક્રવારે પણ સંસદમાં આ મુદ્દા પર ભાજપના તમામ સાંસદોએ એકસૂરમાં મુદ્દા પર કાર્યવાહીની માગણી કરી છે. ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યુ છે કે કાર્યવાહી થવી જોઈએ કે જેથી આગામી 100 વર્ષ માટે તે ઉદાહરણ તરીકે સામે રહે.

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યુ છે કે આઝમનું નિવેદન બેહદ વાંધાજનક છે અને આના સંદર્ભે કાર્યવાહી થવી જોઈએ. હાલ આ મુદ્દા પર લોકસભામા હંગામો ચાલી રહ્યો છે.

Exit mobile version