Site icon Revoi.in

એક્ઝિટ પોલના પરિણામો પછી સટ્ટા બજારમાં પણ જીતી રહી છે BJP, પણ સીટ્સ રહેશે ઓછી

Social Share

લોકસભા ચૂંટણી પરિણામો પહેલા એક્ઝિટ પોલના મોટાભાગના પરિણામોમાં દેશમાં ભગવો લહેરાવાના અનુમાનોની વચ્ચે સટ્ટા બજાર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મહેરબાન જોવા મળી રહ્યું છે. એક્ઝિટ પોલના પરિણામોની જેમ જ સટ્ટા બજારમાં પણ લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએની જીત જણાવવામાં આવી રહી છે. જોકે મુંબઈને છોડીને મોટાભાગની જગ્યાઓના સટ્ટેબાજ એક્ઝિટ પોલની સરખામણીએ ઓછી સીટ્સ આપી રહ્યા છે.

સાત તબક્કાઓમાં સંપન્ન થયેલી લોકસભા ચૂંટણીમાં ઘણા શહેરોના સટ્ટા બજાર બીજેપીને 238-245 સીટ્સ આપી રહ્યા છે. રાજસ્થાનમાં સટ્ટેબાજ બીજેપીને 242-245 સીટ્સ આપી રહ્યા છે, જ્યારે દિલ્હીના સટ્ટાબજારમાં આ સંખ્યા 238-241ની છે. મુંબઈમાં સટ્ટેબાજ એનડીએ સાથે ઊભા છે. તેમનું માનવું છે કે બીજેપી-એનડીએ સરળતાથી 300નો જાદુઈ આંકડો પાર કરી શકે છે જ્યારે 543 સભ્યોવાળી લોકસભામાં જીત માટે 272 સીટ્સની જરૂર છે.

બીજેપીને બહુમત ન મળવા પર પણ લગાવી રહ્યા છે પૈસા

સટ્ટાબજારમાં સટ્ટેબાજો અન્ય પક્ષોની જીત અને બીજેપીને બહુમત ન મળવા પર પણ પૈસા લગાવી રહ્યા છે. મુંબઈના સટ્ટેબાજોના જણાવ્યા પ્રમાણે, કોંગ્રેસના નેતૃત્વમાં મહાગઠબંધન 150 સીટ્સની સાથે એનડીએથી ઘણી પાછળ રહી શકે છે. બાકી બચેલી સીટ્સ અન્ય દળોને મળશે. દેશના વેપારીઓમાં પણ પીએમ મોદીને વધુ સમર્થન જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2014ની ચૂંટણીમાં બીજેપી 282 સીટ્સ જીતી હતી, જ્યારે અન્ય સહયોગી દળોની સાથે એનડીએની કુલ 336 સીટ્સ હતી.

મોટાભાગના એક્ઝિટ પોલમાં બીજેપીને એકલાને બહુમતની નજીક દર્શાવવામાં આવી છે, જ્યારે સટ્ટાબજારમાં આ આંકડો કંઇક ઓછો છે, પરંતુ એનડીએને તેઓ પૂર્ણ બહુમત આપી રહ્યા છે. સી વોટરના એક્ઝિટ પોલમાં બીજેપીને 236 સીટ્સ મળવાનું અનુમાન છે. આ સટ્ટાબજારના અંદાજની નજીક છે. સટ્ટાબજારનું માનવું છે કે એનડીએને 312, યુપીએને 110 અને અન્યને 98 સીટ્સ મળી શકે છે.

કેટલાક સટ્ટેબાજ એનડીએની હાર પર પણ પૈસા લગાવી રહ્યા છે જેથી જો 23 મેના રોજ ખરેખર એવું થાય તો તેમના નુકસાનની ભરપાઈ થઇ શકે. આ પહેલા વર્ષ 2014માં મોટી સંખ્યામાં સટ્ટેબાજોએ એનડીએની જીત પર પૈસા લગાવ્યા હતા પરંતુ તેમને એવો અંદાજ ન હતો કે ભગવા પાર્ટીને આટલી મોટી જીત હાંસલ થશે. આ કારણે ઘણા સટ્ટેબાજોને નુકસાન ઉઠાવવું પડ્યું હતું.

સટ્ટાબજારનું અનુમાન છે કે ગુજરાતમાં બીજેપી 23, ઉત્તરપ્રદેશમાં 42, મહારાષ્ટ્રમાં 33, મધ્યપ્રદેશમાં 22 અને રાજસ્થાનમાં 21 સીટ્સ પર જીત હાંસલ કરી શકે છે. અંતિમ પરિણામ તો 23 મેના રોજ આવશે પરંતુ વિવિધ એક્ઝિટ પોલ્સના અનુમાન બીજેપીના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધન માટે સારા દેખાઇ રહ્યા છે.