Site icon hindi.revoi.in

બિહાર: ગયામાં સુરક્ષાદળો સાથે એન્કાઉન્ટરમાં એક નક્સલી ઠાર, સ્થળ પરથી મળી AK-47

Social Share

બિહારના નક્સલીઓથી પ્રભાવિત જિલ્લા ગયામાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે મોડી રાતે અથડામણ થઈ. આ અથડામણમાં હાલ એક નક્સલીને ઠાર મારવામાં આવ્યો છે. 205 કોબરા અને બિહાર પોલીસની સંયુક્ત ટીમે ગયાના લુટુઆ ગામમાં આ ઓપરેશન ચલાવ્યું હતું. મોડી રાતે આશરે 2 વાગે સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ. સ્થળ પરથી એક નક્સલીના શબની સાથે જ એક AK-47 મળી આવી છે. હાલ આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ નક્સલીઓએ ગયાના વિવિધ વિસ્તારોમાં ઘણી ઘટનાઓને અંજામ આપ્યો હતો. હાલમાં જ ભલુઆ ગામથી બડકી ચાપી ગામ સુધી સડક નિર્માણનું કાર્ય ચાલી રહ્યું હતું. આ દરમિયાન રાતે સંખવા ગામની પાસે 20 જેટલા નક્સલીઓએ ત્યાં લાગેલા પોકલેન મશીનને આગમાં નાખી દીધું. નક્સલીઓએ આ દરમિયાન એક ટ્રેક્ટરમાં પણ આગ લગાવી દીધી હતી. આ ઘટનાને રંગદારી ટેક્સની માંગને લઇને અંજામ આપવામાં આવ્યો હતો.

Exit mobile version