Site icon hindi.revoi.in

ગુજરાતની જામનગરની આયુર્વેદ સંસ્થાને મળશે મહત્વનો રાષ્ટ્રીય દરજ્જો – સંસદમાં બિલ પાસ

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

ગુજરાતના જામનગરમાં સ્થિત આયુર્વેદ સંસ્થાને રાષ્ટ્રીય મહત્ત્વના સંસ્થાનનો દરજ્જો આપવાનાં હેતુંથી પસાર કરવામાં આવેલા બિલને સંસદ એ બુધવારના રોજ મંજૂરી આપી દીધી છે, બુધવારે રાજ્યસભામાં ‘આયુર્વેદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ રિસર્ચ બિલ, 2020’ ને પસાર કરવામાં આવ્યું છે. છેલ્લા સત્રમાં લોકસભાએ આ ખરડો પસાર કર્યો છે.

આ ખરડામાં રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો આપવા જામનગરમાં આવેલી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસમાં વિવિધ આયુર્વેદ સંસ્થાઓનું વિલિનીકરણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.આ બિલમાં ત્રણ આયુર્વેદિક સંસ્થાઓ -જેમાં અનુસ્નાતક આયુર્વેદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ, ગુલાબકુંવરબા આયુર્વેદ કોલેજ અને ફાર્માસ્યુટિકલ સાયન્સિસ આયુર્વેદ ઇન્સ્ટિટ્યૂટનું વિલિનિકરણ કરવાનો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો છે.

આયુર્વેદ દેશની પ્રાચીન પ્રણાલી

કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રી હર્ષ વર્ધન એ વિશ્વભરમાં સમાજ અને આરોગ્ય પ્રણાલીને મજબૂત કરવા માટે આયુર્વેદ અને તેની ઉપયોગિતાની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે ‘આયુર્વેદ એ દેશની એક પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે જે પરંપરાગત જ્ઞાન જડિત છે.’

આત્મનિર્ભર હેઠળ ખેડૂતોને સહકાર માટે 40 હજાર કરોડની મંજુરી

કેન્દ્રીય મંત્રીએ આ સમગ્ર બાબતે દજણાવ્યું હતું કે, ‘આત્મનિર્ભર ભારત’ હેઠળ સરકારે મેડિકલ પ્લાન્ટના ઉત્પાદન માટે અને ખેડુતોને સહાય અને પ્રોત્સાહન આપવા માટે 40 હજાર કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે જામનગર સંસ્થાની પસંદગી ‘મનમાનીપૂર્ણ’ તરીકે નહીં કરતા ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી કારણ કે તેની સ્થાપના 1956 માં થઈ હતી અને આ કેટેગરીની સૌથી પ્રાચીન સંસ્થાઓમાંની એક છે.

જામનગરની આ સંસ્થા ખુબ જ પ્રાચીન છે

મંત્રી હર્ષવર્ધને વધુમાં જણાવ્યું કે’ જામનગરની આ સંસ્થા લાંબા સમયથી આયુર્વેદમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથે સંકલન સાઘી રહી છે અને છેલ્લા 20 વર્ષમાં તેણે લગભગ 65 દેશોના વિદ્યાર્થીઓને તાલીમ પણ આપી છે. મંત્રીએ કહ્યું કે, છેલ્લા 20 વર્ષોમાં આ સંસ્થા વિવિધ દેશો સાથે 30 જેટલા કરાર પણ કર્યા છે. તેમણે કહ્યું કે સૂચિત સંસ્થામાં સમિતિ માટે ગુજરાત સરકારના આયુષ પ્રધાન, આયુષ સચિવ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ સચિવ, લોકસભાના બે સાંસદ અને રાજ્યસભાના એક સાંસદની પસંદગી કરવામાં આવશે.

સાહીન-

Exit mobile version