દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં સાધ્વી ઉમા ભારતી પણ ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે રામ મંદિરના નિર્માણને લઈને ખુશી વ્યક્ત કરી હતી. તેમજ અયોધ્યાએ તમામને એક કર્યાં છે અને વિભાજનકારી વિચારધારાને નષ્ટ કરી હોવાનું ઉમા ભારતીએ જણાવ્યું હતું.
#Ayodhya ne sabhi ko ek kar diya hai….Ab yeh desh poori duniya mein apna matha uncha utha kar kahega ki yahan koi bhed-bhav nahi hai: BJP leader Uma Bharti at Ram Janambhoomi site pic.twitter.com/NfRLqu2flD
— ANI (@ANI) August 5, 2020
સાધ્વી ઉમા ભારતીએ જણાવ્યું હતું કે, અયોધ્યાએ તમામને એક કર્યાં છે. તમામ વિભાજનકારી વિધારધારાને અયોધ્યાએ નષ્ટ કરી છે. તેમજ દેશના તમામ ધર્મના લોકોએ સુપ્રીમ કોર્ટના આદેશને સ્વિકાર્યો છે. હવે આ દેશ પૂરી દુનિયામાં માથુ ઉંચુ કરીને કહેશે કે અમારા ત્યાં કોઈ ભેદભાવ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રામ જન્મભૂમિ આંદોલન સાથે સાધ્વી ઉમા ભારતી જોડાયેલા હતા. વર્ષ 1884-85માં પ્રયાગરાજમાં અશોક સિંઘલના નિવાસસ્થાને ભાજપના સિનિયર નેતાઓની બેઠક થતી હતી. જેમાં રામ મંદિરના નિર્માણની યોજના બનાવવામાં આવી હતી. આ બેઠકમાં ઉમા ભારતી પણ ઉપસ્થિત રહેતા હતા. રામ મંદિરના નિર્માણને લઈને ઉમા ભારતીનું સ્વપ્ન પણ સાકાર થઈ રહ્યું છે.