અયોધ્યા વિવાદ પર મુસ્લિમ સંગઠન AIMPLB અને જમિયત આમને-સામને
મુસ્લિમ પક્ષકારોમાં ક્રેડિટ વૉર, કોણ ઉઠાવી રહ્યું છે વકીલોનો ખર્ચ?
અયોધ્યામાં બાબરી મસ્જિદ-રામમંદિર વિવાદ કેસની દૈનિક સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે. માનવામાં આવે છે કે નિર્ણય નજીકના ભવિષ્યમાં આવી શકે છે. જો કે નિર્ણય આવતા પહેલા જ દેશના બે મોટા મુસ્લિમ સંગઠન આમને-સામને છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડ અને મૌલાના અરશદ મદનીની જમિયત ઉલેમા એ હિંદની વચ્ચે અયોધ્યા મામલામાં ક્રેડિટ લેવાને લઈને હોડ મચેલી છે.
જમિયત ઉલેમા એ હિંદ તરફથી એ બતાવવાની કોશિશ થઈ રહી છે કે કેસનો આખો ખર્ચ મૌલાના અરશદ મદની તરફથી કરાઈ રહ્યો છે. એ વાત અલગ છે કે અયોધ્યા મામલામાં મુસ્લિમ પક્ષકારોના સૌથી મોટા વકીલ રાજીવ ધવન એકપણ રૂપિયાની ફી લઈ રહ્યા નથી. મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડનું કહેવું છે કે બાકીના વકીલોને ચેકથી ફી અપાઈ રહી છે.
મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડના પ્રવક્તા સૈય્યદ કાસિમ રસૂલ ઈલિયાસનો પત્ર સોશયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે ઉર્દૂના કેટલાક અખબારો દ્વારા મૌલાના અરશદ મદની અને તેમના લોકો અયોધ્યાના મામલાને હાઈજેક કરવાની કોશિશ કરી રહ્યા છે. તેના માટે તેઓ સારા એવા નાણાં પણ ખર્ચી રહ્યા છે.
જમિયત ઉલેમા એ હિંદના અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ તાજેતરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી. સંઘ પ્રમુખ સાથે મુલાકાતના બીજા દિવસે મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડે મૌલાના અરશદ મદનીનું નામ લીધા વગર મોટો હુમલો કર્યો અને કહ્યુ કે આવા શાતિર લોકોથી મુસ્લિમ સમુદાયે સાવધાન રહેવાની જરૂરત છે. તેના પછી એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે જમિયત અને મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ વચ્ચેના સંબંધો સારા રહ્યા નથી.
જમિયતના લીગલ સેલના અધ્યક્ષ ગુલઝાર આઝમીએ આજતક ડૉટ ઈન સાથેની વાતચીતમાં કહ્યુ છે કે અયોધ્યા મામલાનના ફોટો સ્ટેટથી લઈને વકીલો પર ખર્ચ થનારા તમામ નાણાં જમિયત સિવાય કોઈ અન્ય મુસ્લિમ આપી રહ્યા નથી. અયોધ્યા મામલાના વકીલ એજાજ મકબૂલની ફી જમિયત આપે છે. તેમણે કહ્યુ છે કે બાબરી મસ્જિદ મામલાને લને જમિયત ઉલેમા-એ-હિંદ જ સૌથી પહેલા કોર્ટમાં ગયું હતું.
ગુલઝાર આઝમીએ કહ્યુ છે કે મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડ આ મામલામાં ક્યાંય નથી. સુનાવણી દરમિયાન જઈને જોવો બોર્ડ તરફથી કેટલા વકીલ આવ્યા છે. મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડ પર મોટો આરોપ લગાવતા ગુલઝાર આઝમીએ કહ્યુ છે કે બાબરી મસ્જિદના નામ પર બોર્ડે મુસ્લિમ સમુદાય પાસેથી ઘણું ફંડ વસૂલ્યું છે. તેવામાં હવે તેઓ આ મામલામાં ક્રેડિટ લેવા માટે બેચેન છે. માટે જમિયતને લઈને નિશાન સાધી રહ્યા છે. તેમણે કહ્યુ છે કે બોર્ડમાં એવા ઘણાં લોકો છે કે જે ભાજપની હિમાયત કરે છે.
તો મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડના એક સદસ્યે નામ પ્રકાશિત નહીં કરવાની શરતે જણાવ્યુ છે કે અયોધ્યા મામલે બોર્ડે ઘણી ગંભીરતાથી લડી રહ્યું છે. આ મામલામાં જે પણ ખર્ચ થઈ રહ્યો છે, તેને બોર્ડ ચેક દ્વારા અદા કરી રહ્યું છે. તેનો આખો રેકોર્ડ છે. જો કે તેમણે એમ પણ કહ્યુ છે કે જમિયત ઉલેમા એ હિંદના વકીલ રાજૂ રામચંદ્રનને જરૂર કેટલીક પેશી પર ફી આપી છે. પરંતુ બાકી દુષ્યંત દવે, શેખર નફાડે અને મિનાક્ષી અરોડા જેવા વરિષ્ઠ વકીલોના નાણાં મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડ આપી રહ્યું છે.
અયોધ્યા મામલામાં અપીલકર્તા મૌલાના મહફુજુર્રહમાનના નામિત ખાલિક અહમદ ખાને આજતક ડોટ ઈનને જણાવ્યું છે કે આ મામલામાં જમિયત ઉલેમા એ હિંદ એક પાર્ટી છે, પરંતુ આખા મામલાને મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડ જ જોઈ રહ્યું છે. બોર્ડ ઘણું જ રણનીતિક અને યોજનાબદ્ધ રીતે આ કેસની પેરવી કરી રહ્યું છે. આ મામલામાં જે ખર્ચ થઈ રહ્યો છે, તે કોઈ એક વ્યક્તિના નાણાં નથી. પરંતુ મુસ્લિમ સમુદાયના લોકોના છે. તેવામાં કોઈ જો દાવો કરે છે, તો તે ખોટું છે.
મહત્વપૂર્ણ છે કે અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટમાં કુલ 14 અપીલો દાખલ કરવામાં આવી છે. આમાથી 6 અરજીઓ હિંદુઓની તરફથી છે અને 8 મુસ્લિમ પક્ષકારો તરફથી છે. અયોધ્યા મામલામાં યુપી હાઈકોર્ટની લખનૌ ખંડપીઠનો નિર્ણય 2010માં આવ્યા બાદ મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડે દિલ્હીની તાજ હોટલમાં બેઠક કરી એક રણનીતિ બનાવી હતી. તેના પ્રમાણે મુસ્લિમ સમુદાય તરફથી આઠ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
મુસ્લિમ પક્ષકારોમાં સેન્ટ્રલ સુન્ની વક્ફ બોર્ડ, જમિયત ઉલેમા એ હિંદ (હામિદ મોહમ્મદ સિદ્દીકી), ઈકબાલ અંસારી, મૌલાના મહમુદુર્રરહમાન, મિસબાહુદ્દીન, મૌલાના મહફુજુર્રહમાન મિફ્તાહી અને મૌલાના અસદ રશીદી સામેલ છે. મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડ આ મામલામાં સીધું સામેલ નથી. પરંતુ આખો મામલો તેના નિરીક્ષણ હેઠળ ચાલી રહ્યો છે.
ખાલિક અહમદ ખાને જણાવ્યું છે કે અયોધ્યા મામલા માટે વરિષ્ઠ વકીલ યૂસુફ હાતિમ મુછાલાના નેતૃત્વમાં મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડે કાયદાકીય જાણકારોનો એક લીગલ સેલ બનાવી રાખ્યો છે. લીગલ સેલ દ્વારા બનાવવામાં આવેલી રણનીતિને મુસ્લિમ પક્ષકારના વકીલ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરે છે. તેના માટે મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડ કામ કરી રહ્યું છે.