Site icon hindi.revoi.in

“પાકિસ્તાન પ્રેમ” દેખાડનારી ભારત વિરોધી લાગણી ધરાવતી લેખિકા અરુંધતિ રૉયની સોશયલ મીડિયા પર ઝાટકણી

Social Share

લેખિકા અરુંધતિ રોય મોટાભાગે પોતાના વિવાદીત અને ભારત વિરોધી નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. અરુંધતિ રોય ફરીથી પોતાના એક નિવેદનને કારણે સોશયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. અરુંધતિ રોયે પોતાના તાજેતરના એક નિવેદનમાં દાવો કર્યો છે કે પાકિસ્તાની સરકારે ક્યારેય પોતાના દેશની જનતાની વિરુદ્ધ સેનાનો ઉપયોગ કર્યો નથી. પરંતુ ભારત કાશ્મીરમાં આમ કરી રહ્યું છે. આ ટીપ્ફણીને લઈને અરુંધતિ રોયની આકરી ટીકા થઈ રહી છે. ટ્વિટર પર #ArundhatiRoy ટોપ ટ્રેન્ડમાં છે.

પોતાને ભારતીય ગણાવતા પાકિસ્તાનમાં જન્મેલા કેનેડિયન પત્રકાર તારેક ફતેહે ટ્વિટ કરીને લખ્યું છે કે અરુંધતિ રોયનો દાવો છે કે પાકિસ્તાને ક્યારેય પોતાની સેનાનો ઉપયોગ પોતાની જનતાની સામે કર્યો નતી. શું તે આંધળી છે અને બહેરી થઈ ગઈ છે. શું 1971માં પાકિસ્તાની સેના દ્વારા બાંગ્લાદેશ નરસંહારમાં ત્રણ મિલિયન લોકોના મોત થયા ન હતા. શું બલૂચિસ્તાનની પરિસ્થિતિથી તે અજાણ છે? તે શાબ્દિકપણે પાકિસ્તાનના આઈએસઆઈની બ્રીફિંગ નોટ વાંચી રહી છે.

https://twitter.com/upasanatigress/status/1165743919994294273?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1165743919994294273&ref_url=https%3A%2F%2Fwww.lokmatnews.in%2Fweird%2Farundhati-roy-trolled-on-social-media-due-to-claims-pakistan-has-never-deploy-its-military-against%2F

એક યૂઝરે લખ્યું છે કે લાગે છે કે પાકિસ્તાની એજન્ટ લેખિકા અરુંધતિ રોયને ઈસ્લામાબાદમાં પોતાના નવા બોસ પાસેથી ફંડ મળે છે.

https://twitter.com/SwamiGeetika/status/1165818256411611136?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1165818256411611136&ref_url=https%3A%2F%2Fwww.lokmatnews.in%2Fweird%2Farundhati-roy-trolled-on-social-media-due-to-claims-pakistan-has-never-deploy-its-military-against%2F

તો એક અન્ય યૂઝરે લખ્યુ છે કે અરુંધતિ રોય હંમેશા પોતાની ભારતવિરોધી ટીપ્પણીઓને માટે પાકિસ્તાન અને આંતરરાષ્ટ્રીય મીડિયાની પોસ્ટર ગર્લ રહી છે.

એક યૂઝરે લખ્યુ છે કે સાંભળો ભારતીય લેખિકા અરુંધતિ રોય કાશ્મીરીઓ, શીખો, દલિતો અને અન્ય આદિવાસી સમુદાયોની વિરુદ્ધ ખુદના લોકોની વિરુદ્ધ એક શાશ્વત યુદ્ધમાં ભારતીય રાજ્ય સંદર્ભે જણાવી રહી છે?

થોડા દિવસો પહેલા સોશયલ મીડિયા પર એક પત્ર વાઈરલ થયો હતો, તેના સંદર્ભે દાવો કરાયો હતો કે આ પત્ર લેખિકા અરુંધતિ રોયે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને લખ્યો છે. તેના પછી આ પત્રનો જવાબ પણ વાયરલ થયો હતો. તેને લઈને દાવો કરાયો હતો કે આ પત્ર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે અરુંધતિ રોયને જવાબ આપતા લખ્યો છે. આ પત્રમાં નેશનલ કરેક્શનલ સિસ્ટમ ફેસિલિટિઝમાં ઝડપાયેલા આતંકવાદીઓ સાથે વર્તન સંદર્ભે લખવામાં આવ્યું હતું. જો કે સોશયલ મીડિયા પર આને લઈને એવો પણ દાવો કરાયો હતો કે વાઈરલ થઈ રહેલો પત્ર નકલી છે.

મહત્વપૂર્ણ છે કે અરુંધતિ રોયનો જન્મ 24 નવેમ્બર-1961ના રોજ થયો છે. આ ભારતની એક મશહૂર લેખિકા છે. તેની નવલકથા ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સની 1997માં ઘણી ચર્ચા થઈ હતી. તે એક સામાજીક કાર્યકર્તા પણ છે, તે માનવાધિકારોની વાત કરે છે. પરંતુ આવી વાત કરતી વખતે ભારત વિરોધી ગણવામાં આવતી વિવાદાસ્પદ ટીપ્પણીઓ કરીને વિવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં રહે છે. પાકિસ્તાની વેબસાઈટ્સ અને મીડિયામાં અરુંધતિ રોયની ભારત વિરોધી અને વિવાદીત ટીપ્પણીઓની ઘણી મોટી ચર્ચા રહે છે.

Exit mobile version