Site icon hindi.revoi.in

370 એક મોટી ભૂલ હતી, એક ઝાટકામાં હટાવવી યોગ્ય, પીઓકે પણ ભારતનું જ : વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે

Social Share

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને રદ્દ કરવાના બે માસ બાદ પણ આના પર થનારી ચર્ચા પર વિરામ લાગ્યો નથી. આંતરરાષ્ટ્રીય અદાલતમાં કુલભૂષણ જાધવનો કેસ લડનાર ભારતના વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેનું કહેવું છે કે કલમ-370 એક ભૂલ હતી, તેનાથી છૂટકારો મેળવવો બેહદ જરૂરી હતો. તેમણે કહ્યુ હતુ કે જમ્મુ-કાશ્મીર ભારતનો હિસ્સો છે, માત્ર આ તરફવાળું કાશ્મીર જ નહીં, પીઓકે પણ ભારતનું જ છે.

ઈન્ડિયા ટુડે સાથે થયેલી વાતચીતમાં તેમણે કહ્યુ છે કે હું ઘણાં લાંબા સમયથી કલમ-370ની વિરુદ્ધ અવાજ ઉઠાવતો રહ્યો છું, આ એક મોટી ભૂલ હતી. તેમણે કહ્યુ છે કે તેને એક આંચકામાં હટાવવી જ યોગ્ય નિર્ણય હતો, હવે જો આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે, તો તેઓ જ નક્કી કરશે. હરીશ સાલ્વેએ બુધવારે (2 ઓક્ટોબર, 2019)ના રોજ લંડનમાં ઈન્ડિયન હાઈકમિશનમાં વાત કરી છે.

તેના સિવાય તેમણે હૈદરાબાદના નિઝામવાળા મામલામાં બ્રિટન કોર્ટ દ્વારા ભારતના પક્ષમાં સંભળાવવામાં આવેલા ચુકાદાની પણ પ્રશંસા કરી હતી. તેમનું કહેવું હતું કે પાકિસ્તાન દ્વારા આ મામલા પર અત્યાર સુધી જે દાવો કરાઈ રહ્યો હતો, તે સંપૂર્ણપણે ખોટો હતો. હવે જો પાકિસ્તાન આના પર ફરીથી અપીલ કરવા ચાહે છે, તો તે કરી શકે છે.

મહત્વપૂર્ણ છે કે બ્રિટનની એક હાઈકોર્ટે હૈદરાબાદના નિઝામનું 3.5 કરોડ પાઉન્ડનું ફંડ લઈને દશકાઓથી ચાલી રહેલા મામલામાં બુધવારે ભારતના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. દેશના વિભાજન બાદ હૈદરાબાદના નિઝામ ઉસ્માન અલી ખાને 1948માં લંડનની નેશનલ વેસ્ટમિંસ્ટર બેંકમાં 10 લાખ પાઉન્ડ એટલે કે લગભગ 8.87 કરોડ રૂપિયા જમા કર્યા હતા. આના પર દાવાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે ગત 70 વર્ષોથી કેસ ચાલી રહ્યો હતો. હવે આ રકમ વધીને લગભગ 35 મિલિયન પાઉન્ડ એટલે કે 306 કરોડ રૂપિયા થઈ ચુકી છે.

રૂપિયાના માલિકી હકને લઈને પાકિસ્તાન વિરુદ્ધ ચાલી રહેલી કાયદાકીય લડાઈમાં નિઝામના વંશજ પ્રિન્સ મુકર્રમ જાહ અને તેમના નાના ભાઈ મુફ્ફખમ જાહ ભારત સરકારની સાથે હતા. હૈદરાબાદના તત્કાલિન નિઝામે 1948માં બ્રિટનમાં પાકિસ્તાનના હાઈકમિશનને આ રકમ મોકલી હતી. હાલ, આ રકમ લંડનની નેશનલ વેસ્ટમિંસ્ટર બેંકમાં જમા છે.

વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યુ છે કે યુકેની અદાલતે પાકિસ્તાનના આ દાવાને નામંજૂર કર્યો છે કે આ રકમનો ઉદેશ્ય હથિયારોની શિપમેન્ટ માટે પાકિસ્તાનની ચુકવણી સ્વરૂપે કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં પાકિસ્તાને ઘણીવાર આ કોશિશ કરી હતી કે આ મામલો કોઈપણ રીતે બંધ થઈ જાય, પરંતુ આના મનસૂબા પર પાણી ફેરવતા લંડનની કોર્ટે તેના દરેક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

Exit mobile version