Site icon hindi.revoi.in

પાકિસ્તાન નહીં કરે કારગીલના પુનરાવર્તનની હિંમત : જનરલ બિપિન રાવત

Social Share

નવી દિલ્હી: ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે કહ્યુ છે કે પાકિસ્તાન કારગીલ જેવી ઘટનાના પુનરાવર્તનની હિંમત કરશે નહીં. જનરલ રાવતે કહ્યુ છે કે પાકિસ્તાન પહેલા જ પરિણામ ભોગવી ચુક્યું છે. માટે તે ફરીથી કારગીલની કોશિશ કરશે નહીં.

ભારતીય સેનાધ્યક્ષે કહ્યુ છે કે એવું કોઈ ક્ષેત્ર નથી કે જેનું અમે મોનિટરિંગ કરતા ન હોઈએ. તેમણે કહ્યુ છે કે આગામી ઘણાં વર્ષોમાં પણ પાકિસ્તાન કોઈપણ પ્રકારની ઘૂસણખોરીની કોશિશ કરશે નહીં.

મહત્વપૂર્ણ છે કે 20 વર્ષ પહેલા એટલે કે 1999માં ભારતીય સેનાએ પાકિસ્તાનની વિરુદ્ધ કારગીલ યુદ્ધમાં જીત પ્રાપ્ત કરી હતી. તેની કારગીલ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.

મહત્વપૂર્ણ છે કે જમ્મુ-કાશ્મીરમાં વધતી આતંકવાદી ગતિવિધિઓની વચ્ચે સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે તાજેતરમાં લાઈન ઓફ કંટ્રોલના અખનૂર ક્ષેત્રની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી.

સેનાધ્યક્ષ જનરલ રાવતે વ્હાઈટ નાઈટ કોર્પ્સ પહોંચીને પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ઉલ્લંઘનની સ્થિતિમાં જવાબ આપવાની અને અન્ય તકનીકી તૈયારીઓના સંદર્ભે જાણકારી લીધી હતી.

Exit mobile version