Site icon hindi.revoi.in

આત્મનિર્ભર બનવા માટે ઉત્સુક ભારતીય કંપનીઓ, દેશમાં જ રમકડા બનાવવા તત્પર

Social Share

દિલ્હીઃ દેશમાં આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ વિવિધ એકમોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં રમકડાંના વ્યવસાય ઉપર ભાર મુકીને આ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. જેના કારણે ઉત્તરપ્રદેશ સરકારને રમકડાં બનાવવાની ફેકટરી સ્થાપવા માટે 92 અરજીઓ બનશે. આ ફેકટરીઓ ગ્રેટર નોઈડાના જેવર એરપોર્ટ નજીક શરૂ થાય તેવી શકયતા છે. આમ આગામી દિવસોમાં ભારતનું ગ્રેટર નોઈડા ટોપ મેન્યુફેક્ટરિંગ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

ભારતમાં હાલ મોટી સંખ્યામાં ચીનથી રમકડાંની આયાત કરવામાં આવે છે. ભારતમાં લગભગ ચીનના ચેંગાઈ અને તાઈવાનથી 90 ટકા રમકડાંની આયાત કરવામાં આવે છે. તેમજ હાલ વિદેશથી આયાત થતા રમકડાંની ગુણવતા ઉપર કેન્દ્ર સરકાર દ્વારા ધ્યાન કેન્દ્રીત કરાયું છે. બીજી તરફ અનેક ઉત્પાદકો પણ આત્મનિર્ભર ભારત યોજના હેઠળ રમકડાં બનાવવાનો વ્યવસાય શરૂ કરવા માટે આગળ આવી રહ્યાં છે. ઉત્તરપ્રદેશ સરકારને રમકડાંની ફેકટરી સ્થાપવા માટે 92 જેટલી અરજીઓ મળી છે. દેશમાં રમકડાંનું લગભગ રૂ. 10 હજાર કરોડનું ટર્નઓવર છે. તેમજ આ ઉદ્યોગ વાર્ષિક 15 ટકાના દરે વિકાસ કરી રહ્યો છે.

યમુના એક્સપ્રેસ વે ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટીના CEOના જણાવ્યા અનુસાર ઓથોરિટી પાસે વિવિધ કદના 155 પ્લોટ છે અને 92 અરજીઓ મળી છે. જ્યારે બાકીના પ્લોટની ફાળવણી બીજી યોજના હેઠળ કરવામાં આવશે. જ્યારે સંપૂર્ણ 100 એકરની અરજીઓ થશે તો ઓથોરિટીને લગભગ રૂ. 3 હજાર કરોડનું રોકાણ મળવાની આશા છે.

Exit mobile version