- પીઓકેમાંથી ડોક્ટરી કરીને આવેલા ભારતમાં પ્રેક્ટિસ નહી કરી શકે
- MCIએ આપ્યો આદેશ
- ભારતીય તબીબી પરિષદ અધિનિયમ,1956 હેઠળ પરવાનગી અને માન્યતાની જરૂર
- કેન્દ્રિયમંત્રી ડો.જીતેન્દ્ર સિંહએ ટ્વિટ કરીને જાણકારી આપી
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 અસરહીન થયા બાદ પાકિસ્તાન દ્વારા જમ્મુના મુદ્દાને વારંવાર ઉછાળવામાં આવી રહ્યો છે, જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતા પાકિસ્તાનને ઝટકો લાગ્યો હતો જે આજ પરયંત ચાલી જ રહ્યો છે,ત્યારે હવે જે કઈ ક્ષેત્રમાં પાકિસ્તાન પોતાનો અધિકાર જમાવે છે તેવા વિસ્તારમાં જો કોઈ પણ ડોક્ટરીનો અભ્યાસ કરીને ભારતના મેડિકલ ક્ષેત્રમાં પ્રેક્ટિસ કરવા માંગશે તો પણ તેને નહી કરવા દેવામાં આવે.
એમસીઆઈ એ જણાવ્યું હતું કે પાકિસ્તાનના કબ્જા હેઠળ આવનારા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના ક્ષેત્રમાં કોઈ પણ મેડિકલ ઈન્સ્ટીટ્યૂટને ભારતીય ચિકિત્સા અધિનિયમ 1956 હેઠળ તેના માટે પરવાનગી અને માન્યતાની અનિવાર્યતા છે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ એક સર્ક્યૂલર રજુ કરીને એવા લોકોને ભારત દેશમાં મેડિકલ પ્રેક્ટિસ કરવા પર રોક લગાવી છે કે, જે લોકોએ આ ક્ષેત્રમાં પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખથી ડોક્ટરની ડિગ્રી મેળવી હોય.
એમસીઆઈ તરફથી રજુ કરવામાં આવેલ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, જમ્મુ કાશ્મીર અને લદ્દાખનું સમગ્ર સંઘ સાશિત ક્ષેત્ર ભારતનું અભિન્ન અંગ છે, જેના પર પાકિસ્તાનને ગેરકાયદેસર બળજબરી પૂર્વકનો કબ્જો જમાવ્યો છે, હાલ પાકિસ્તાન અધિકૃત જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કોઈ પણ મેડિકલ ઈન્સ્ટિટ્યૂટને આઈએમસી એક્ટ 1956 અંતર્ગત ભારતમાં પ્રેક્ટિસ કરવા માટેની પહેલા પરવાનગી લેવી ફરજીયાત રહેશે. POJKLમાં કોઈપણ મેડિકલ કોલેજને પરવાનગી આપવામાં આવી નથી. આ સમગ્ર બાબતે કેન્દ્રિયમંત્રી ડો.જીતેન્દ્ર સિંહએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી.
[Important Notice]
Any medical qualification obtained from medical colleges located in Pakistan Occupied Jammu-Kashmir & Ladakh (PoJKL) will not be registered & persons possessing such certificates won't be allowed to practice modern medicine in India: Medical Council of India pic.twitter.com/aErX6k42zx
— Dr Jitendra Singh (@DrJitendraSingh) August 13, 2020
એમસીઆઈ મારફત જારીકરવામાં આવેલી નોટિસમાં લખ્યું છે, આ સમગ્ર બાબતને જોતા આ ગેરકાયદેસર કબજાવાળા વિસ્તારમાંથી મેડિકલ કોલેજમાંથી મેળવેલી ડિગ્રી માન્ય નથી અને આ ક્ષેત્રથી ડોક્ટરી કરનારા તમામ લોકોને ભારતમાં નોંધણી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. એમસીઆઈએ કહ્યું છે કે, પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ક્ષેત્રમાં કોઈપણ મેડિકલ સંસ્થાને ભારતીય તબીબી પરિષદ અધિનિયમ, 1956 હેઠળ પરવાનગી અને માન્યતાની જરૂર છે.
_SAHIN