Site icon hindi.revoi.in

ઓપરેશન બ્લૂસ્ટારની વરસી પર બબ્બર ખાલસાનો વધુ એક આતંકી એરેસ્ટ થયો

Social Share

ઓપરેશન બ્લૂસ્ટારની વરસી પર આખા દેશની ગુપ્તચર એજન્સીઓ એલર્ટ પર છે. તેની વચ્ચે પંજાબ પોલીસે બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના વધુ એક આતંકવાદી હરચરણસિંહની દિલ્હીના નાંગલોઈ વિસ્તારમાંથી ધરપકડ કરી છે. જણાવવામાં આવે છે કે હરચરણસિંહ ગત કેટલાક સમયથી ભાગલાવાદી સંગઠનો સાથે જોડાઈને ખાલિસ્તાનના પ્રચારમાં લાગેલો હતો.

સ્ટેટ સ્પેશયલ ઓપરેશન સેલની ટીમે હરચરણ સિંહની ધરપકડ કરીને તેની પાસેથી મોબાઈલ જપ્ત કર્યો છે. આરોપ છે કે હરચરણ સિંહના મોબાઈલથી પોલીસને કેટલાક શંકાસ્પદ નંબર મળ્યા છે. જેના ઉપર પોલીસે ગહનતાથી તપાસ શરૂ કરી છે. તેના પહેલા ગુપ્તચર એજન્સીઓએ આઈએસઆઈ સમર્થિત આતંકી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ મોડ્યુલના બે આતંકવાદીઓ રમિંદરપાલ સિંહ અને જગદેવસિંહની ધરપકડ કરી હતી.

પંજાબ પોલીસે જણાવ્યું હતું કે આ બંને હાલ મલેશિયામાં રહેતા કુલવિંદરજીત સિંહના નિર્દેશ પર કથિતપણે સ્લીપર સેલને નાણાં અને હથિયારો ઉપલબ્ધ કરાવતા હતા. કુલવિંદરજીત સિંહ પોતાના સહયોગીઓ સાથે મળીને પંજાબમાં એક સમદાય વિશેષના નેતાઓને નિશાન બનાવીને રાજ્યમાં આતંક અને કોમવાદી હિંસા ફેલાવવાની મનસા ધરાવે છે.

રમિંદરપાલ સિંહ અને જગદેવસિંહની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેનો ત્રીજો સાથીદાર હરચંદસિંહ દિલ્હીવાલા છે. તે પણ હાલના સમયમાં ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં છે. પોલીસે કહ્યું છે કે આનો પ્લાન રાજ્યમાં આતંકી હુમલો કરવાનો હતો, તેને નિષ્ફળ કરી દેવામાં આવ્યો છે.

1980ના દશકમાં બબ્બર ખાલસા ઈન્ટરનેશનલની ઓળખ ખાલિસ્તાનની માગણી ઉઠાવીને કરવામાં આવી હતી. ધ ટ્રિબ્યૂનના અહેવાલ પ્રમાણે, બીકેઆઈનું પહેલુ યુનિટ 1981માં કેનેડામાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ સંગઠન સંયુક્ત રાજ્ય અમેરિકા, કેનેડા, બ્રિટન, જર્મની, ફ્રાંસ, બેલ્જિયમ, નોર્વે, સ્વિટ્ઝરલેન્ડ અને પાકિસ્તાનમાં પણ હાજરી ધરાવે છે.

Exit mobile version