Site icon Revoi.in

એક્ઝિટ પોલમાં “મોદીની વાપસી” અને એક દિવસમાં અનિલ અંબાણી ગ્રુપની વધી 899 કરોડની મિલ્કત

Social Share

એક્ઝિટ પોલમાં મોદી સરકારની વાપસીના સંકેત મળ્યા બાદ શેરબજારોમાં તેજી આવવાની સાથે અનિલ અંબાણીના રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપની કંપનીઓમાં પણ જીવ આવ્યો છે. સોમવારે અનિલ અંબાણીની ચાર કંપનીઓની માર્કેટ કેપમાં 899 કરોડ રૂપિયાનો વધારો થયો છે.

અનિલ અંબાણી ગ્રુપની કંપની રિલાયન્સ પાવરના શેર 17.76 ટકા સાથે 7.03 રૂપિયા પર પહોંચી ગયા છે. આના શેરમાં 1.06 રૂપિયાના વધારા સાથે તેનું બજારમાં મૂડીકરણ 289 કરોડ રૂપિયાથી વધીને 1918 કરોડ રૂપિયા થઈ ગયું છે. તેમના જૂથની બીજી યાદીબદ્ધ કંપની રિલાયન્સ કમ્યુનિકેશન્સના શેર 1.48 ટકાની તેજી સાથે 2.06 રૂપિયા પર પહોંચ્યા છે. તેમા આમ તો માત્ર ત્રણ પૈસાનો વધારો થયો છે. પરંતુ તેનું બજાર મૂડીકરણ પણ આઠ કરોડ રૂપિયાથી વધીને 570 કરોડ રૂપિયા થયું છે.

તેમના જૂથની કંપની રિલાયન્સ કેપિટલના શેર આઠ ટકાથી વધીને 124.15 રૂપિયા પર પહોંચ્યા છે. આ શેરમાં 9.20 રૂપિયાની તેજી આવવાને કારણે તેનું બજાર મૂડીકરણ 232 કરોડ રૂપિયા વધીને 3137 કરોડ રૂપિયા થઈ ગયું છે. જૂથની એક અન્ય કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેર પણ 12.52 ટકાની તેજી સાથે 121.35 રૂપિયા પર પહોંચ્યા છે. તેનું બજાર મૂડીકરણ 370 કરોડ રૂપિયા વધીને 3191 કરોડ રૂપિયા થયું છે.

આમ તો આખા શેરબજારમાં એક્ઝિટ પોલના સંકેતો બાદ જોરદાર તેજી જોવા મળી છે. મુંબઈ શેર બજારના સૂચકાંકમાં 1422 અંકની તેજી સાથે સેન્સેક્સ 39353 અંકો પર પહોંચ્યો છે. એનએસઈ નિફ્ટી 421ની છલાંગ સાથે 11.828 અંક પર પહોંચ્યો છે. તેની દ્રષ્ટિએ મોટાભાગના શેરોમાં તેજી જોવા મળી છે. પરંતુ અનિલ અંબાણી જૂથની કંપનીઓમાં 18 ટકા સુધીની તેજી ઉલ્લેખનીય રહી છે.

મહત્વપૂર્ણ છે કે લોકસભા ચૂંટણીમાં અનિલ અંબાણી વિપક્ષી દળોના નિશાના પર રહ્યા હતા. રફાલ મામલામાં મોદી સરકાર પર નિશાન સાધવાની સાથે જ અનિલ અંબાણી પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે કોંગ્રેસ સત્તામાં આવશે તો રફાલ મામલાની તપાસ કરવામાં આવશે. પરંતુ એક્ઝિટ પોલથી મોદી સરકાર સત્તામાં રહેવાના મળી રેલા સંકેત સાથે અનિલ અંબાણી જૂથ પર કોઈ આંચ આવવાની સંભાવના સમાપ્ત થતી રોકાણકારોને લાગી રહી છે. તેના કારણે તેમના જૂથની કંપનીઓમાં જોરદાર તેજી જોવા મળી છે.