અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા મનપા તંત્ર વધુ એલર્ટ બન્યું છે. તેમજ સુરત શહેરના સૌથી મોટા મનરા ચોંટા બજારને રાતના સાત કલાક બાદ બંધ રાખવાનો નિર્દેશ કર્યો છે. સુરત મનપાના સેન્ટ્રલ ઝોનમાં ચોંટા બજાર આવેલું છે. તેમજ અહીં 12 જેટલા પોઝિટિવ કેસ મળી આવતા મનપા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. ચોંટા બજારમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવે છે. જેથી કોરોનાનું સંક્રમણ ફેલાવવાની શકયતાઓ વધી જાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ છેલ્લા કેટલાક દિવસોમાં વધ્યાં છે. જેથી કોરોનાનું સંક્રમણ ફેલતું અટકાવવા માટે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. પોલીસ કમિશનર દ્વારા ચારથી વધારે લોકોને એકત્ર થવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ ઉપરાંત સભા, રેલી અને સરઘસ કાઢવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે. દરમિયાન શહેરના સેન્ટ્રલ ઝોનમાં 12 જેટલા પોઝિટિવ કેસ મળી આવતા મનપા તંત્ર એકસન મોડમાં આવી ગયું છે. સેન્ટ્રલ ઝોનમાં આવેલા સુરતના સૌથી મોટા ચોંટા બજારમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવામાં આવે છે. જેથી ચોંટા બજારમાં રાતના સાત કલાક બાદ દુકાનો બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
સુરત મનપા દ્વારા કોરોનાનું સંક્રમણ ફેલતું અટકાવવા માટે ચોંટા બજાર રાતના સાત કલાક પછી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાત વાગ્યા બાદ અહીં વેપાર-ધંધો કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમજ દિવસ દરમિયાન ચોંટા બજારમાં સોશિયલ ડિસ્ટન્ટ અને માસ્ક પહેરવાના નિયમોનું કડક પાલન કરવા પાલિકા કમિશ્નરે અપીલ કરી છે.