Site icon Revoi.in

અમિત શાહે કહ્યું – સુષ્માજીનું અકાળે મૃત્યુ રાજકારણ માટે મોટું નુકસાન છે

Social Share

સુષ્માજીના અકાળે મોતથી રાજકરણમાં નુકશાન

ગૃહ પ્રધાન અમિત શાહે દુખ વ્યક્ત કર્યું

સુષ્મા સ્વરાજના કાર્યો હમેંશા યાદ રહેશે

આ ક્ષણમાં હું સુષ્માજીના પરિવાર સાથે છુઃગૃહ પ્રધાન

પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપતી વખતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સુષ્માજી હંમેશા દેશની ખ્યાતિ વધારવાનું કામ કરનારામાંના એક હતા. સુષ્માજીના અકાળે થયેલા અવસાનથી મને ખૂબ દુખ થયું છે. દેશના રાજકારણ માટે આ એક મોટું નુકસાન છે તેમ કહી શકાય, ભાજપના તમામ કાર્યકરો આજે સુષ્માજીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. દુખની આ ક્ષણમાં હું સુષ્માજીના પરિવાર સાથે છું.

સુષ્મા સ્વરાજના અચાનક અવસાનથી દેશમાં શોક વ્યાપી ગયો છે. સુષ્મા સ્વરાજ ભારતના રાજકારણનો મજબૂત બુલંદ અવાજ હતો. તે માત્ર એક મજબૂત મહિલા નેતા જ નહોતા, પરંતુ સાથે સાથે તેઓ રાજકીય જીવનમાં એક મજબૂત હસ્તાક્ષર પણ હતા. ગૃહ પ્રધાન અમિત શાહે તેમના નિધન પર  શોક વ્યક્ત કર્યો છે. સુષ્માને શ્રદ્ધાંજલિ આપવા પહોંચેલા અમિત શાહે કહ્યું કે ભારતના રાજકારણને નુકસાન પહોંચાડ્યું છે.સુષ્માજીની ખોટ રાજકરણને પડી છે.

અમિત શાહે વધુમાં કહ્યું કે સુષ્મા સ્વરાજ કટોકટીના સમયથી દેશના રાજકીય આસામાનમાં સ્ટારના જેમ આવ્યા હતા, અમિત શાહે કહ્યું કે તેમણે દિલ્હીના મુખ્યમંત્રી, લોકસભામાં વિપક્ષી નેતા અને અનેક મંત્રાલયોના વડા તરીકે કુશળ એડમિનિસ્ટ્રેટર તરીકે પણ કામ કર્યું છે, ગૃહ પ્રધાને કહ્યું કે વિદેશ પ્રધાન તરીકે તેમણે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની ખ્યાતિને ચાચે બાજુ ફેલાવી છે, તેમની દુખદ વિદાયને કારણે આજે  સમગ્ર ભારતના રાજકારણમાં એક મોટી ખોટ સાલી છે , જે ખોટની જગ્યા ને ભરવી મુશ્કેલ છે .