ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયના પુત્ર અને પાર્ટીના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયની ગુંડાગીરીનો એક વીડિયો સામે આવ્યો છે.
આકાશ વિજયવર્ગીયે જર્જર મકાન તોડવા ગયેલા ઈન્દૌર મહાનગરપાલિકાના અધિકારીને માર મારતો વીડિયો સામે આવ્યો છે.
આકાશ વિજયવર્ગીય ક્રિકેટર બનતા-બનતા ધારાસભ્ય બની ગયા હોય તેવું વીડિયોમાં દેખાતી તસવીરો પરથી લાગી રહ્યું છે. ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીય ઈન્દૌર નગરનિગમના અધિકારીને પહેલા ક્રિકેટના બેટથી બોલને મારતા હોય તેવી અદામાં મારી રહ્યા છે.
કૈલાસ વિજયવર્ગીયના પુત્ર આકાશને આનાથી જાણે કે સંતોષ થયો હોય નહીં, તેમ તેમણે ધક્કા-મુક્કી પણ કરી હતી.
બાદમાં ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયના ટેકેદાર પણ અધિકારીને મારવા લાગ્યા હતા.