Site icon hindi.revoi.in

ઈન્ડિગોમાં કર્મીઓની છંટણી બાદ હવે એર ઇન્ડિયાના કર્મીઓને પડશે મોટો ફટકો – વેતનમાં મૂકવામાં આવશે કાપ

Social Share

સમગ્ર દેશમાં કોરોના સંક્ટની અસર વર્તાઈ રહી છે,કેટલાક ઉદ્યોગક્ષેત્રમાં મંદીનો માર છે તો કેટલીક કંપનીઓ દ્રારા કર્મચારીઓની છંટણી કરવામાં આવી રહી છે ત્યારે એર ઈન્ડિયાના ક્રમચારીઓને પણ મોટો ફટકો પડવા જઈ રહ્યો છે,મળતી માહિતી પ્રમાણે એર ઈન્ડિયાના કર્મચારીઓના પગારમાં તથા તેમના માસિક ભથ્થામાં ભારે કપાત કરવામાં આવી રહી છે.

આ પહેલા પણ એર ઈન્ડિયા દ્રારા કર્મચારીઓના પગારમાં કાપ મૂકવાની ઘટના બની હતી.જેમાં પાઈલોટથી લઈને બીજા કર્મીઓના પગારમાં 50 ટકા વેતન કાપવામાં આવ્યું હતું,એર ઈન્ડિયા છેલ્લા ઘણા સમયથી નુકશાની ભોગવી રહી છે જેને લઈને તેની સીધી અસર કર્મચારીઓના પગાર પર થઈ રહી છે

વિતેલા દિવસ બુધવારના રોજ એક આંતરીક યાદી દ્રારા એરઈન્ડિયાની આ વાત જાહેર કરવામાં આવી હતી,આ આપવામાં આવેલા આદેશમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કર્મચારીઓના બેઝિક પગાર, ઇન્ડસ્ટ્રીયલ ડિયરનેસ અલાઉન્સ અને હાઉસ રેન્ટ અલાઉન્સમાં કોઇ પ્રકારનો બદલાવ નહી નાથ.

લોકડાઉનની શરુઆતના માર્ચ મહીનામાં પણ કર્મચારીઓના પગારમાં 10 ટકા કપાત કરવામાં આવ્યું હતું,આ સાથે જ બુધવારના રોજ જે આદેશ જારી કરવામાં આવ્યો છે તેમાં જણાવ્યા અનુસાર જનરલ કેટેગરી ઑફિસર્સના ઉપર્યુક્ત ભથ્થા તેથી વિશેષ દરેક ભથ્થામાં 50 ટકા કાપ મૂકવામાં આવ્યો હતો. એ મુજબ જનરલ કેટેગરી સ્ટાફ અને ઓપરેટર્સના ભથ્થામાં 30 ટકાનો કાપ મૂકવામાં આવી રહ્યો છે.તે સાથે જ કેબિન ક્રૂ મેમ્બર્સના જરેક પ્રકારના ભથ્થામાં 20 ટકાનો કાપ મુકવામાં આવશે.

એર ઈન્ડિયા પર પહેલાથી જ કરોડો રુપિયાનું દેવું છે,તે સાથે જ એર ઈન્ડિયા ડૂબવાની તૈયારીમાં ફરી કોરોના સંક્ટે વધુ પ્રભાવ પાડ્યો,કોરોનાના કારણે ફ્લાઈટ્સ સેવાઓ બંધ થતા મોટો ફટકો એર ઈન્ડિયાને પડ્યો છે,કેટલાક કર્મીઓને તો કોરોના સંકટમાં લીવ વિધઆઉટ પે માં રવાના કરી દેવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, કરોડોના દેવામાં ડૂબેલી એર ઈન્ડિયાની વેચવાની વાતોએ પણ જોર પકડ્યું હતું તે મુજબ કેટલીક વિદેશની કંપનીઓ એ ખરીદવાની તૈયારીઓ પણ બતાવી હતી,જો કે આ સમગ્ર બાબત વિચારમાંથી કાર્ય પ્રગતિમાં પરિણામે તે પહેલા જ માર્ચ મહિનાના એન્ડમાં લોકડાઉન શરુ થયું અને કોરોનાનો કહેર ત્યારથી દેશભરમાં વધતો જ ગયો તે સાથે જ વિશ્વમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો અને એર ઈન્ડિયાની વેચવાની વાત હાલ પુરતી વાત બનીને જ રહી ગઈ છે.જો કે તેના દેવા બાબતની વાત સ્પષ્ટપણે નકારી નહી જ શકાય.

સાહીન-

Exit mobile version