Site icon hindi.revoi.in

અગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં કમલનાથના ભાણિયા રતુલ પુરીને આંચકો, 1 ઓક્ટોબર સુધી કોર્ટે તિહાડ જેલ મોકલ્યો

Social Share

અગસ્તા વેસ્ટલેન્ડ મની લોન્ડ્રિંગ કેસમાં કારોબારી અને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના ભાણિયા રતુલ પુરીને દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટે એક ઓક્ટોબર સુધી તિહાડ જેલ મોકલ્યો છે. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના ભાણિયા રતુલ પુરીની સામે અગસ્તા વેસ્ટલેન્ડ મામલે તપાસ ચાલી રહી છે.

રતુલ પુરી પર તેની કંપની દ્વારા કથિતપણે લાંચ લેવાનો આરોપ છે. ઈડીએ કરોડા રૂપિયાના બેંક ગોટાળાના મામલામાં રતુલ પુરીની 20 ઓગસ્ટે ધરપકડ કરી હતી. તે હાલ ઈડીની કસ્ટડીમાં હતો.

સીબીઆઈએ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના ભાણિયા રતુલ પુરીની મોજરબેયર ઈન્ડિયા મામલામાં મની લન્ડ્રિગંનો કેસ નોંધ્યો હતો. તેના આધારે ઈડીએ પીએમએલએ હેઠળ રતુલ પુરીની ધરપકડ કરી હતી. રતુલ પુરી વિરુદ્ધ ઈડી અને સીબીઆઈ બંને તપાસ કરી રહ્યા છે.

ઈડીએ કોર્ટમાં જણાવ્યું છે કે પુરીના કુલ 60 એકાઉન્ટ છે અને તેમાના 16 એકાઉન્ટ માત્ર જર્મનીમાં છે. રતુલ પુરીએ જવાબમા કહ્યુ હતુ કે જર્મનીમાં તેનો વેપાર છે અને તે સોલર મટીરિયલ્સ ડેવલપ કકરવાનું કામ કરે છે. ઈડીએ એ પણ ખુલાસો કર્યો છે કે બેંક ગોટાળો 1492 કરોડ રૂપિયાનો છે. જ્યારે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાની ફરિયાદમાં માત્ર 354 કરોડ રૂપિયાના ગોટાળાનો ઉલ્લેખ કર્યો છે.

સૂત્રો પ્રમાણે, તપાસમાં જાણકારી મળી છે કે મોજર બિયરે રાજીવ સક્સેનાની કંપની પેસિફિક એફઝેડઈમાંથી બ્લ્યૂ રે ડિસ્ક્સ ખરીદી હતી. પેસિફિક એફઝેડઈએ આ ડિસ્ક્સ જર્મનીની કંપની સિંગૂલસ ટેક્નોલોજીસ પાસેથી ખરીદી હતી.

Exit mobile version