Site icon Revoi.in

એક્ઝિટ પોલ્સે દર્શાવી મોદીની શાનદાર જીત, સોશિયલ મીડિયા પર વાયરલ થયા અનેક મીમ્સ

Social Share

લોકસભા ચૂંટણીના પરિણામો 23 મેના રોજ જાહેર થવાના છે. જોકે છેલ્લા તબક્કાના મતદાન પછી, 19મેની સાંજે તમામ એક્ઝિટ પોલ્સના રિઝલ્ટ સામે આવ્યા છે. લગભગ તમામ એક્ઝિટ પોલ્સ કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદી સરકાર પાછી આવે છે. કેટલાકમાં તો મોદીના પક્ષમાં જબરદસ્ત સીટ્સ આવતી જોવા મળે છે.

જોકે, કોને કેટલી સીટ્સ મળશે તે તો 23 મેના રોજ સ્પષ્ટ થઈ જશે. પરંતુ, સોશિયલ મીડિયામાં આ વાતને લઇને લોકોની ચર્ચા જોવાલાયક છે. જ્યાં બીજેપી સમર્થકો એક્ઝિટ પોલ્સના સર્વે પર સંમતિ દર્શાવી રહ્યા છે તો કેટલાક લોકો સર્વેને ખોટો ગણાવી રહ્યા છે. આ દરમિયાન લોકો એકબીજાની મજાક પણ ઉડાડી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં એક્ઝિટ પોલ્સને લઇને ઘણા મીમ પણ વાયરલ થઈ રહ્યા છે. વિપક્ષ પર મજાક કરી રહેલા મીમ્સ પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

એક્ઝિટ પોલ્સ આવ્યા પછી દેશની પાર્ટીઓની શું હાલત થઈ, તેને આમીર ખાનની ફિલ્મ ‘થ્રી ઇડિયટ્સ’ના એક સીન દ્વારા દર્શાવવાની કોશિશ કરવામાં આવી છે.

વિપક્ષો એક્ઝિટ પોલ્સના પરિણામોને કંઇક આવા અંદાજમાં આંખો ફાડીને જોઈ રહ્યા છે.

કોંગ્રેસ પાર્ટીની પ્રવર્તમાન પરિસ્થિતિ પર મીમ્સ બનાવીને લખ્યું છે કે- કેવી રીતે કરશો તમે આ જાલિમ દુનિયાનો સામનો.

દીપિકા પાદુકોણની મેડમ તુસાદની તસવીરોને શેર કરીને કુલ 2014 અને 2019ના પરિણામોની સરખામણી કરવામાં આવી છે.

રણબીર કપૂરની એક એડ શૂટના ફોટાને શેર કરીને યુઝરે ટ્વિટ કર્યું, અભી તો ઔર ચલેગા.

બીજેપી એક્ઝિટ પોલ્સના પરિણામો પછી રાહતનો શ્વાસ લઈ રહી છે. નજારો કેવો હશે, તે આ ફોટામાં કળી શકાય છે.

મનોજ બાજપાયીની ગેંગ્સ ઑફ વાસેપુરના ફોટાને શેર કરીને યુઝર્સે મીમ દ્વારા વિપક્ષની મજાક ઉડાવી છે. મીમમાં લખ્યું છે, હવે અંડરગ્રાઉન્ડ થવાનો સમય આવી ગયો છે.

ગેમ ઑફ થ્રોન્સના એક સીન ઉપર પણ મીમ બનાવવામાં આવ્યું છે જે યુઝર્સે ટ્વિટર પર શેર કર્યું છે.

મમતા બેનર્જીએ એક્ઝિટ પોલ્સના પરિણામોને માનવાનો ઇન્કાર કરી દીધો છે. તેમના ફોટા સાથે કેપ્શન એડ કરીને લખવામાં આવ્યું કે, બધું બરબાદ થઈ ગયું.

રાહુલ ગાંધીએ સમગ્ર ચૂંટણી દરમિયાન ખૂબ ચગાવેલા નારા ‘ચોકીદાર ચોર હૈ’ને સહેજ બદલીને મીમ બનાવવામાં આવ્યું છે કે, ‘ચોકીદાર Sure હૈ’.

ભારતમાતા પોતે નરેન્દ્ર મોદીના કપાળે તિલક કરી રહ્યા છે જેના પર કેપ્શન છે કે, ‘રાજતિલક કી કરો તૈયારી, આ રહે હૈ ભગવાધારી.’

રાહુલ ગાંધીની મજાક ઉડાવતું એક મીમ બનાવવામાં આવ્યું છે, જેમાં સંજય દત્તની મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મના એક ગીતની એક લાઇન લખવામાં આવી છે, ‘વો રાત અપુન દો બજે તક પિયા.’