Site icon hindi.revoi.in

અમરનાથ પછી સુરક્ષાના કારણે હવે મછૈલ માતા યાત્રા પણ અટકાવાય

Social Share

જમ્મુ-કાશમીરમાં આમરનાથ યાત્રા પછી કિશ્તવાડ જીલ્લામાં માં દૂર્ગાના મંદિર સુધી થનારી મચૈલ યાત્રાને પણ રદ કરવામાં આવી છે, ડીએમ અંગ્રેજ સિંહ રાણાએ યાત્રાને અટકાવાની વાત કરી હતી,  પહેલા અમરનાથ યાત્રાને અટકાવવાની  આતંકી હુમલાની દહેશતના કારણે સુચના ઈપવામાં આવી હતી.

ત્યાર પછી અમરનાથ યાત્રાને તાત્કાલીક ધોરણે અટકાવામાં આવી હતી, સાથે જ મરનાથ યાત્રીઓ અને પ્રવાસીઓને ઘાટી છોડવાની સલાહ કરવામાં આવી હતી, કિશ્તવાડ જીલ્લા આયુક્ત અંગ્રેજ સિંહ રાણાએ જણાવ્યું છે કે કિશ્તવાડમાં દૂર્ગા મંદીરથી શરુ થનારી મચૈલ યાત્રાને રોકવામાં આવી છે.

દેશભરના હજારો શ્રધ્ધાળુંઓ અને પ્રવાસીઓ આ યાત્રા દરમિયાન કાશમીરના અહલાદક નજારાને જોવા માળવા આવતા હોય છે, અહિ નિલમની ખાણો પણ ખુબ પ્રસિધ્ધ છે, શ્રધ્ધાળુંઓ 30 કિલો મીટરના અઘરા ખાડા ટેકળા વાળા અને ઘાટીઓ વાળા રસ્તાને પાર કરીને કિશ્તવાડમાં મચૈલ ગામમાં દૂર્ગા માતાના મંદીરે પૂજા અર્ચના કરવા જાય છે.

કિશ્તવાડને એક દશક પહેલા આતંકવાદથી મુક્ત જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે પાછલા વર્ષે 1લી નવેમ્બરના રોજ ભાજપના પ્રદેશ સચીવ નિલ પરિહાર અને તેમના ભાઈ અજીત પરિહારની હત્યા પછી સનસની ફેલાઈ ગઈ હતી, ત્યાર બાદ 9 એપ્રિલના રોજ એક આરોગ્ય કેન્દ્રમાં આરએસએસના વરિષ્ટ નેતા ચંદ્રકાંત શર્મા અને તેમના સુરક્ષા ગાર્ડની હત્યા પણ કરવામાં આવી હતી.ત્યાર પછી  વિસ્તારમાં પણ ભયનો માહોલ સર્જાયેલો રહે છે.

Exit mobile version