ઉત્તર પ્રેદશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે ત્રિપલ તલાકનો શિકાર થયેલી મહિલાઓ સાથે બુધવારના રોજ મુલાકાત કરી હતી,તે સમય દરમિયાન સીએમ યોગીએ કહ્યું કે,હિન્દુ પરિત્યક્તા મહિલાઓને પણ આ રીતે ન્યાય અપાવવામાં આવશે,એક લગ્ન કરીને બીજી મહિલાને રાખનારા હિન્દુ પુરુષોને સજા આપનારો કાયદો બનાવવમાં આવશે,
યોગી આદિત્યનાથે આગળ કહ્યું કે,ટ્રિપલ તલાકથી પીડિત મહિલાઓનો કેસ સરકાર લડશે,ત્રિપલ તલાકથી પીડિત મહિલાઓને 6000 રૂપિયાની ગ્રાન્ટ આપવાની યોજના મલમાં મુકવામાં આવશે,તે પરાંત જે મહિલા પાસે ઘર ન હોય તો, તેઓને આવાસ પવામાં આવશે, બાળકોનું શિક્ષણ, શિષ્યવૃત્તિ અને યુષ્યમાન યોજના હેઠળ આરોગ્ય કવર આપવું જોઈએ. આ સાથે મહિલાઓના કલ્યાણ માટે વિશેષ યોજનાઓ પણ બનાવવી જોઈએ.