Site icon hindi.revoi.in

ગુજરાતી ફિલ્મ જગતનો એક સિતારો ખરી પડ્યો, અભિનેતા નરેશ કનોડિયાનું 77 વર્ષની વયે નિધન

Social Share

અમદાવાદ: ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર અને પૂર્વ ધારાસભ્ય એવા નરેશ કનોડિયાનું 77 વર્ષેની વયે નિધન થયું છે. તેઓ અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે કોરોનાની સારવાર લઇ રહ્યાં હતા. નોંધનીય છે કે, રવિવારના નરેશ કનોડિયાના મોટાભાઈ અને ગુજરાતી ગાયક-સંગીતકાર મહેશ કનોડિયાનું નિધન થયું હતું. ત્યારે આજે નાનાભાઈ નરેશ કનોડિયાનું પણ નિધન થયું છે.

નરેશ કનોડિયાને કોરોના થયો હોવાથી ઘણા દિવસોથી વેન્ટીલેટર પર હતા..20 ઓક્ટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને 22 ઓક્ટોબરે યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની એક તસવીર પણ સામે આવી હતી, જેમાં તેઓ બેડ પર ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા નજરે પડ્યા હતા. તેમજ તેમની તબિયતને લઈ તેમના દીકરા હિતુ કનોડિયા પણ આજે તેમના પિતાનો એક ફોટો પોસ્ટ કરી પ્રાર્થના કરવા અપીલ કરી હતી.

નરેશ કનોડિયાએ 1970ની સાલથી ફિલ્મોમાં અભિનયની શરૂઆત કરી હતી. ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે આપેલા યોગદાન બદલ એમને ઘણા એવોર્ડ મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મ જગતમાં પોતાની મહેનતથી એક સફળ મુકામ પર પહોંચ્યા હતા અને ગુજરાતી ફિલ્મ જગતમાં સિનિયર અભિનેતા નરેશ કનોડિયાનું દુખદ રીતે અવસાન થતા ફિલ્મ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

_Devanshi

Exit mobile version