Site icon hindi.revoi.in

રેલ્વે વિભાગ તહેવારોમાં યાત્રીઓ માટે 15 ઓક્ટોબરથી આવનારા મહિના સુધી 200 જેટલી ખાસ ટ્રેન દોડાવશે

Social Share

રેલ્વે બોર્ડના અધ્યક્ષ અને સીઈઓ વીકે યાદવએ વિતેલા દિવસે જણાવ્યું હતું કે, ભારતીય રેલ્વે તહેવારોના સમયમાં 15 ઓક્ટોબરથી લઈને 30 નવેમ્બર સુધી 200 જેટલી ખાસ ટ્રેનો દોડાવશે, રેલ્વે વિભઆગએ હાલ સામાન્ય યાત્રી ટ્રેનોને અનિશ્વિચ સમય સુધી બંધ રાખી છે જે લોકોડાઉન દરમિયાન માર્ચ મહિનાની 22 તારિખથી સતત બંધ રાખવામાં આવી છે.

રેલ્વેએ દિલ્હીને દેશના જુદા જુદા ભાગો સાથે જોડવા માટે 15 જેટલી ખાસ રાજધાની ટ્રેનનું 12 મે થી અને 1લી જુનથી લાંબા અંતરની 100 ટ્રેનોનું સમચાલન શરુ કર્યું હતું, 12 સપ્ટેમ્બરથી રેલ્વે વિભાગ દ્વારા 80 જ્ટલી ટ્રેનને પાટા પર દોડાવવામાં આવી રહી છે.

ટ્રેન શરુ કરવા બાબતે યાત્રીઓની કોરોના બાબતે સમિક્ષા કરાશે

આ બાબતે જણાવવામાં આવ્યું હતું કે, અમે ઝોનના જનરલ મેનેજરો સાથે એક ખાસ બેઠક યોજી છે અને તેમને સ્થાનિક વહીવટની સલાહ લેવા અને કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરવા નિર્દેશ આપ્યો છે. તેમની પાસેથી એક રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે અને તહેવારની સીઝનમાં કેટલી સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે તે બાબત આ રિપોર્ટના આધારે નકિકી કરવામાં આવશે. હાલમાં, અમારુ અનુમાન છે કે લગભગ 200 ટ્રેનો ને પાટા પર દોડતી કરીશું, જો કે ટ્રેનની સંખ્યા વધુ પણ હોય શકે છે.

રેલ્વે વિભાગ એ સરકારની જરુરીયાતો અને મહામારીની સ્થિતિને જોઈને યાત્રીઓની સુવિધા અંગેની સ્થિતિનો દરરોજ સમિક્ષા કરવાનો નિર્ણય લીધો છે,દરરોજ કોરોનાની સ્થિતિને લઈને યાત્રીઓની સમિક્ષા કરાશે તે આધાર પર ટ્રેન શરુ કરવામાં આવશે

સાહીન-

Exit mobile version