અમદાવાદઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજ્યંતિની અમદાવાદના સાબરમતી આશ્રમમાં આજે સાદગીથી ઉજવણી કરવામાં આવી હતી. ડેમાં વિવિધ ધર્મના આગેવાનો અને આશ્રમના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. પ્રાર્થના સભા ઉપરાંત અન્ય કોઈ કાર્યક્રમની યોજવામાં આવ્યો ન હતો. આ ઉપરાંત મુલાકાતીઓ માટે પણ આશ્રમ બંધ રાખવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની કર્મભૂમિ અમદાવાદના સાબરમતી આશ્રમમાં દર વર્ષે ગાંધી જ્યંતિ નીમિતે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત આગેવાનોના પ્રવચન સહિતના કાર્યક્રમ યોજવામાં આવે છે. ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભામાં દર વર્ષે મોટી સંખ્યામાં વિવિધ ધર્મ અને સમાજના લોકો ઉપસ્થિત રહે છે. જો કે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આજે ગાંધી જ્યંતિ નીમિતે સાબરમતી આશ્રમમાં પ્રાર્થના સભાનું જ આયોજન કરવામાં આવ્યું હતું.
કોરોના મહામારીને પગલે સાબરમતી આશ્રમ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યો હતો. જેથી આજે મુલાકાતીઓને આશ્રમમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાબરમતી આશ્રમમાં પ્રાર્થના સભામાં લોકો ઓનલાઇન જોડાઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.