Site icon hindi.revoi.in

છોટાઉદેપુરમાં અમદાવાદની ઘટનાનું પુનરાવર્તન, કોવીડ સેન્ટરમાં લાગી આગ

Social Share

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં જાણીતી હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના હજુ ભુલાઈ નથી ત્યારે છોટાઉદેપુરના બોડેલી સ્થિત કોવીડ સેન્ટરમાં આગ લાગવાની ઘટના બની હોવાનું જાણવા મળે છે. જો કે, સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. શોર્ટ સરકીટના કારણે આ આગ લાગી હોવાનું જાણવા મળે છે. શોર્ટ સરકીટના કારણે આ ઘટના બની હોવાનું જાણવા મળે છે.

પ્રાથમિક માહિતી અનુસાર છોટાઉદેપુરના ઢોકલીયા કોવીડ સેન્ટરમાં અચાનક આગ લાગી હતી. જેથી નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ કોવીડ સેન્ટરના દર્દી ને છોટાઉદેપુર ખાતે સીફ્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં કોરોનાના 10 દર્દીઓ સારવાર લઈ રહ્યાં હોવાનું જાણવા મળે છે. આગની આ ઘટનામાં મોટી જાનહાની થઈ ન હતી. જો કે, હોસ્પિટલના ઉપકરણોને નુકસાન થયું હોવાનું જાણવા મળે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં ગત 6 ઑગસ્ટની મધરાતે લાગેલી આગની ઘટનામાં કમનસીબે કોરોનાના 8 દર્દીઓના મૃત્યુ થયાં હતાં. આ સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ માટે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કે.એ.પૂજ ની અધ્યક્ષતામાં તપાસપંચની રચના કરવામાં આવી છે. આ તપાસપંચ ત્રણ માસમાં રાજ્ય સરકાર સમક્ષ પોતાનો અહેવાલ રજૂ કરશે. તેમજ રાજ્યભરમાં ફાયરસેફ્ટીના નિયમોને લઈને તપાસ કરવામાં આવી હતી. દરમિયાન આગની આ ઘટનાને પગલે લોકોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે.

Exit mobile version