Site icon hindi.revoi.in

મુંબઈના ભિવંડીમાં 3 માળની ઈમારત ધરાશાયી, 10 લોકોના મોત

Social Share

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈ નજીક ભિવંડીમાં એક ઈમારત ધરાશાયી થઈ જતા નાસભાગ મચી ગઈ હતી. સ્થાનિકોએ 20થી વધારે લોકોને બહાર કાઢ્યાં હતા. જ્યારે 20થી વધારે લોકો હજુ કાટમાળ નીચે દબાયેલા હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી ફાયરબ્રિગેડ અને NDRFની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દૂર્ઘટનામાં 10 લોકોના મોત થયાં હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ નજીક આવેલા ભિવંડીમાં 3 માળની જર્જરીત ઈમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. ઈમારતના કાટમાળની નીચે 30થી 40 લોકો દબાયાં હતા. આ બનાવની જાણ થતા પોલીસ અને NDRFની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિકોની મદદથી 20થી વધારે લોકોને બહાર કાઢવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

કાટમાળની નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ બનાવમાં 10 વ્યક્તિઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. તેમજ હજુ લોકો કાટમાળ નીચે દબાયેલા હોવાથી મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ભિવંડીમાં વહેલી પરેઢોના સમયે ઘમનકર નાકા નજીક આવેલા કમ્પાઉન્ડમાં આવેલી આ ઈમારતમાં લોકો સૂઈ ગયા હતા. ત્યારે ઈમારત ધરાશાયી થઈ હતી. આ બનાવને પગલે એકત્ર થઈ ગયેલા લોકોએ બચાવ કામગીરી આરંભી હતી.

Exit mobile version