રિઝર્વ બેંકે પોતાના ખજાનામાંથી મોદી સરકારને 1.76 લાખ કરોડ રુપિયા આપવાનું નક્કી કર્યા છે, આરબીઆઈના આ નિર્ણયથી વિપ& નારાઝ છે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગગંધી કહ્યું કે પ્રધાનમંત્રી અને નાણા મંત્રે જે આર્થિક સંકટ પેદા કર્યું છે તેને તેઓ પહોંચી વળ્યા નથી. આરબીઆઈ ના ખજાનાની ચોરી કામ નહી લાગી શકે,આ માત્ર ડિસ્પેંસરીમાંથી બૈંડ-એડ ચોરી કરીને ગોળીના ઘાવ પર લગાવા જેવું છે, જે ક્યારેય કામ નહી આવે, આમ રહુલે મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે.
તે સાથે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે “શું આ એક યોગાનુયોગ છે કે આરબીઆઈ દ્વારા 1.76 લાખ કરોડનું ઉધાર બજેટની ગણતરીમાં ‘ગુમ થયેલ’ રકમ સાથે મેળ ખાય છે? શું આ રાજકોષીય મજબુતીના પગલા છે કે પછી બીજુ કઈ, શુX પૈસાનો ઉપયોગ બીજેપીના મિત્રોને બચાવવા માટે કરવામાં આવશે”.
સુરજેવાલાએ વધુમાં કહ્યું હતુ કે મોદી 2.0ને આરબીઆઈમાં આર ને રિઝર્વ થી ‘Ravaged’માં બદલી નાખ્યું છે જેમાં ‘Ravaged’નો મતલબ બર્બાદ થાય છે, આરબીઆઈના આકસ્મિક રિઝર્વ નો ઉપયોગ નાણાકીય કટોકટી અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓ માટે વપરાય છે. હવે ભાજપ સરકાર તેનો ઉપયોગ આર્થિક મોરચે પોતે કરેલી ગડબડને રોકવા માટે કરી રહી છે. ભાજપે આરબીઆઈની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે.
આમ વિપક્ષે આરબીઆઈએ મોદી સરકારને 1.76 લાખ કરોડ રુપિયા આપવાનું નક્કી છે તે વાતને લઈને કટાક્ષ કર્યો હતો,અને વિપક્ષે મોદી સરકાર પર નિશાન સાધ્યુ હતું.અને આ રુપિયાને ખજાનાની ચોરી ગણાવી હતી ને કહ્યું હતુ કે ચોરીના રુપિયા કામમાં આવશે નહી.