1. Home
  2. revoinews
  3. શિક્ષિકાએ વિદ્યાર્થીને કહ્યું હોમવર્ક બતાવઃ વિદ્યાર્થીએ બેગમાંથી ચપ્પુ કાઢી કર્યો હુમલો
શિક્ષિકાએ વિદ્યાર્થીને કહ્યું હોમવર્ક બતાવઃ વિદ્યાર્થીએ બેગમાંથી ચપ્પુ કાઢી કર્યો હુમલો

શિક્ષિકાએ વિદ્યાર્થીને કહ્યું હોમવર્ક બતાવઃ વિદ્યાર્થીએ બેગમાંથી ચપ્પુ કાઢી કર્યો હુમલો

0
Social Share

વિદ્યાર્થીનો શિક્ષિકા પર ચપ્પુ વડે હુમલો

હરિયાણાના સોનીપત જીલ્લાની ઘટના

વિદ્યાર્થીની બેગમાં હતુ ચપ્પું

હરિયાણા અપરાધના મામલામાં મોખરે રહ્યું છે ત્યારે ફરિ એકવાર હરિયાણાના સોનીપત જીલ્લામાં એક ચોંકાવનારી ધટના સામે આવી છે આ ધટનામાં એક મહિલા શિક્ષિકાએ એક વિદ્યાર્થીને પોતાનું હોમવર્ક બતાવવા કહ્યું હતું તો વિદ્યાર્થીએ પોતાના સ્કુલ બેગમાંથી ચપ્પું કાઢીને શિક્ષિકાના પેટમાં માર્યુ હતુ.
આ સમગ્ર ઘટના સોમવારના રોજ હરિયાણાના સોનીપત જીલ્લામાં એક શાળામાં બની હતી, એક વિદ્યાર્થીએ પોતાના શિક્ષિકા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો જેને લઈને શિક્ષિકાની હાલત ગંભીર જણાતા તેને તાત્કાલીક હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી.શિક્ષિકાએ દરેક વિદ્યાર્થોને હોમવર્ક બતાવવા માટે કહ્યુ હતું તેમા આ વિદ્યાર્થીને લાગી આવતા તેણે આ પ્રકારનું કૃત્ય કર્યું હતું, ત્યાર બાદ વિદ્યાર્થીને પોલીસને સોપી દેવામાં આવ્યો હતો અને પોલીસે આ ધટનાની તપાસ શરૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હરિયાણામાં આ પ્રકારની ઘટના પહેલા પણ બનવા પામી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code