1. Home
  2. revoinews
  3. મોદીના નવા કેબિનેટમાં ક્યાં નવા નેતાઓને મળશે સ્થાન, કોની થશે છૂટ્ટી? અટકળબાજી તેજ
મોદીના નવા કેબિનેટમાં ક્યાં નવા નેતાઓને મળશે સ્થાન, કોની થશે છૂટ્ટી? અટકળબાજી તેજ

મોદીના નવા કેબિનેટમાં ક્યાં નવા નેતાઓને મળશે સ્થાન, કોની થશે છૂટ્ટી? અટકળબાજી તેજ

0
Social Share

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી મેના બીજા કાર્યકાળ માટે શપથ ગ્રહણ કરશે. મોટા સવાલ એ છે કે તેમની સાથે ક્યાં-ક્યાં નેતાઓ હશે કે જેઓ પ્રધાન પદ માટે શપથગ્રહણ કરશે?શું પીએમ 2014થી 2019 દરમિયાન કામ કરનારા ચહેરાને ફરીથી પોતાની કેબિનેટમાં સ્થાન આપશે અથવા નવા ચહેરાને મહત્વ આપશે.

બે પ્રકારની ચર્ચાઓ અને અટકળબાજી ચાલી રહી છે. ભાજપને પોતાના નેતૃત્વમાં પ્રચંડ બહુમતી અપનાવનારા અમિત શાહ પહેલીવાર લોકસભા ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા છે. ચર્ચા છે કે અમિત શાહને નવી સરકારમાં કોઈ મોટું મંત્રાલય મળી શકે છે. ચર્ચા અને અટકળબાજી ચાલી રહી છે કે અમિત શાહને ગૃહ, સંરક્ષણ અથવા નાણાં મંત્રાલય જેવી મોટી જવાબદારી આપવામાં આવે તેવી શક્યતા છે.

ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજ આ વખતે લોકસભાની ચૂંટમી લડયા નથી. તેઓ સંસદના કોઈપણ ગૃહના સદસ્ય પણ નથી. અટકળબાજી છે કે તેઓ નવા કેબિનેટમાં સામેલ નહીં થાય. એ પણ અટકળબાજી છે કે કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલી પણ પ્રધાન પદ સંભાળશે નહીં. જેટલી છેલ્લા કેટલાક દિવસથી આરોગ્યલક્ષી બાબતોને લઈને આરામ કરી રહ્યા છે. જેટલી પાસે પુરોગામી સરકારમાં નાણાં અને સંરક્ષણ મંત્રાલય જેવી મોટી જવાબદારીઓ  આવી હતી.સુષ્મા સ્વરાજ કેબિનેટ પ્રધાન રહ્યા છે. જો બંને નેતાઓ કેબિનેટમાં સામેલ નહીં થાય, તો સ્પષ્ટ છે કે કોઈ નવા ચહેરાઓને મંત્રાલયમાં જવાબદારી આપવામાં આવે. અટકળો લગાવવામાં આવે છે કે સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ અને ગૃહ પ્રધાન રાજનાથસિંહના પોર્ટફોલિયો બદલવામાં આવે તેવી શક્યતા છે. તેથી જોવાનું એ રહે છે કે નિર્મલા સીતારમણને વિદેશ મંત્રાલય સોંપવામાં આવે છે અથવા રાજનાથસિંહને સંરક્ષણ મંત્રાલય સોંપવામાં આવે છે કે પીએમ મોદી કોઈ અલગ ગણતરી પ્રમાણે કોઈ અલગ વ્યવસ્થા કરશે?

મહત્વપૂર્ણ છે કે નવી સરકારમાં સામેલ થનારા સંભવિત ચહેરાઓને લઈને સત્તાવાર રીતે કંઈપણ કહેવામાં આવ્યું નથી. પરંતુ ઘણાં નેતાઓનું માનવું છે કે પુરોગામી સરકારના મોટાભાગના મહત્વના સદસ્યોને કેબિનેટમાં યથાવત રાખવામાં આવશે. જેટલીના આરોગ્યને લઈને પણ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે સારવાર બાદ તેમની તબિયત ઠીક છે. ભારત સરકારના મુખ્ય પ્રવક્તા સિતાંશુ રંજન કારે ટ્વિટ કરીને કહ્યુ છે કે કેન્દ્રીય પ્રધાન શ્રી અરુણ જેટલીની આરોગ્યની સ્થિતિ બાબતે મીડિયાના એક હિસ્સામાં આવેલા અહેવાલ ખોટા છે અને પાયાવિહોણા છે. મીડિયાને સલાહ આપવામાં આવે છે કે અફવા ફેલાવવાથી પરહેજ કરે.

નવા કેબિનેટમાં રાજનાથસિંહ, નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ, રવિશંકર પ્રસાદ, પિયૂષ ગોયલ, નરેન્દ્રસિંહ તોમર અને પ્રકાશ જાવડેકર જેવા જૂના ચહેરા યથાવત રહે તેવી શક્યતા છે. સૂત્રો મુજબ, ભાજપના સાથીપક્ષ એલજેપીના પ્રમુખ રામવિલાસ પાસવાને પોતાના સાંસદ પુત્ર ચિરાગ પાસવાનને પ્રધાન બનાવવાની વકીલાત કરી છે. પાસવાન પુરોગામી સરકારમાં કેબિનેટ પ્રધાન રહી ચુક્યા છે.

એઆઈએડીએમકેને આ વખતે એક બેઠક મળી છે. તમિલનાડુમાં સત્તામાં હોવાને કારણે તેને એક પ્રધાન પદ આપવામાં આવે તેવી શક્યતા છે. નીતિશ કુમારની પાર્ટી જેડીયુને પણ યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવે તેવી શક્યતા છે. ભાજપે આ ચૂટણીઓમાં પશ્ચિમ બંગાળમાં 18 અને તેલંગાણામાં ચાર બેઠકો પ્રાપ્ત કરી છે. તેના કારણે ભાજપ નવી સરકારમાં બંને રાજ્યને વધારે પ્રતિનિધિત્વ આપે તેવી શક્યતાને લઈને અટકળબાજી ચાલી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code