1. Home
  2. revoinews
  3. એક્ટ્રેસ મનીષા કોઈરાલાએ પોતાના પહેલા ફોટો શૂટનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો-  એક્ટર આયુષ્માન ખુરાનાએ કર્યા વખાણ
એક્ટ્રેસ મનીષા કોઈરાલાએ પોતાના પહેલા ફોટો શૂટનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો-  એક્ટર આયુષ્માન ખુરાનાએ કર્યા વખાણ

એક્ટ્રેસ મનીષા કોઈરાલાએ પોતાના પહેલા ફોટો શૂટનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો-  એક્ટર આયુષ્માન ખુરાનાએ કર્યા વખાણ

0
Social Share
  • એક્ટ્રેસ મનીષા કોઈરાલાએ ફોટૌ  ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો-
  • એક્ટર આયુષ્માન ખુરાનાએ કર્યા વખાણ
  • અનેક સેલેબ્સએ કરી કોમેન્ટ્સ
  • આ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોમાં મનીષા સુંદર લાગી રહી છે

મુંબઈઃ- બોલિવૂડ એક્ટ્રેસ મનીષા કોઈરાલા હાલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી ઘણી દૂર જોવા મળી રહી છે, પરંતુ તે ઘણીવાર સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે કોન્ટેક્ટમાં રહેતી પણ જોવા મળે  છે. આ સાથએ જ તે તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર નવી નવી પોસ્ટ્ અને ફોચોઝ શેર કરતી જોવા મળે છે. આ જ ક્રમમાં મનીષાએ પોતાના સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો પહેલો ફોટોશૂટ ફોટો શેર કર્યો છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

મનીષાએ શેર કરેલા આ ફોટઝને ચાહકોની સાથે બોલિવૂડ સ્ટાર્સ પણ પોતાની પ્રક્રિયાઓ આપી રહ્યા છે. મનીષાના પહેલા ફોટોશૂટની આ તસવીરે લોકોના દિલ જીત્યા છે.

મનીષા કોઈરાલા વીડિયો દ્વારા શેર કરેલા ફોટામાં ઓછા મેકઅપ અને ટૂંકા વાળમાં જોવા મળી રહી છે. આ  ફોટો બ્લેક અન્ડ વ્હાઈટ જોવા મળી રહ્યો છે. ફોટો શેર કરતા મનીષાએ કેપ્શનમાં લખ્યું હતું, “થ્રોબેક … મારો પહેલો ફોટોશૂટ”. અભિનેત્રીની આ પોસ્ટ પર દિયા મિર્ઝા, લિસા રે, શ્રુતિ હાસન અને આયુષ્માન ખુરાના જેવા સેલેબ્સની કોમેન્ટ્સ આવી છે.

આ તમામ સેલેબ્સ એ  મનીષાના આ ફોટા પર ખૂબ પ્રેમ વર્સાવ્યો છે. ખાસ કરીને આયુષ્માન ખુરનાને મનીષાનો આ ફોટો એટલો ગમ્યો કે તેણે તેને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર મૂકી અને લખ્યું, “મનીષા કોઈરાલાની તારીફની કહાનિ”.

મનીષાના ચાહકો પણ તેના આ ફોટાની પ્રશંસા કરતાં થાકતા નથી. ફોટા પર ટિપ્પણી કરતાં, એક યૂઝર્સ એ લખ્યું, “તમે સૌંદર્યનો દાખલો છો”. ઉલ્લેખનીય છે કે, મનીષાએ કારકીર્દિની શરૂઆત 1991 માં આવેલી ફિલ્મ ‘સૌદાગર’ થી કરી હતી. તેમની કેટલીક યાદગાર ફિલ્મો છે ‘1942: અ લવ સ્ટોરી’, ‘બોમ્બે’, ‘અકેલે હમ અકેલે તુમ’, ‘ખામોશી’ આ તેમની સફળ ફિલ્માંની ફિલ્મો છે,મનીષા એ પોતાની સ્ટાઈલ અને અંદાજથી દર્શકોના દીલ જીત્યા હતા

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code