1. Home
  2. revoinews
  3. બિગ બુલ સ્ટાર અભિષેક બચ્ચન સાથેની તુલના બાબતે શું કહ્યું પ્રતિક ગાંધીએ જાણો
બિગ બુલ સ્ટાર અભિષેક બચ્ચન સાથેની તુલના બાબતે શું કહ્યું પ્રતિક ગાંધીએ જાણો

બિગ બુલ સ્ટાર અભિષેક બચ્ચન સાથેની તુલના બાબતે શું કહ્યું પ્રતિક ગાંધીએ જાણો

0
Social Share

મુંબઈઃ અભિષેક બચ્ચન સ્ટાર ફિલ્મ ધ બિગબુલ તાજેતરમાં રિલીઝ થઈ છે અને દર્શકોને પસંદ પણ આવી રહી છે. આ ફિલ્મમાં તેમણે હર્ષદ મહેતાનો રોલ કર્યો હતો. ફિલ્મ રિલીઝ થયા બાદ ક્રિટિક અને દર્શકો તેમની અદાકારીની તુલના વેબ સિરીઝ સ્કેમ 1992માં હર્ષદ મહેતાની ભૂમિકા ભવનારા ગુજરાતી કલાકાર પ્રતીક ગાંધી સાથે કરી રહ્યાં છે. જો કે, આ તુલનાને પ્રતિક ગાંધી યોગ્ય ગણાવતા નથી.

પ્રતિક ગાંધીએ જણાવ્યું હતું કે, મને નથી લાગતું કે કોઈ પણ બે વ્યક્તિઓ વિશેષ રૂપથી કલાકારોની તુલના કરવી જોઈએ, કેમ કે, અમે અલગ-અલગ વ્યક્તિ છે. જે રીતે આપણે વિચારીએ છીએ અને અનુભવીએ છીએ તે અલગ-અલગ હોય છે. જેથી કોઈની પણ તુલનામાં કોઈ સેંસ નથી. બે અભિનયને સ્ક્રિપ્ટ અને તેના માટે અભિનેતાની જરૂરતના રેફરન્સમાં જ જોવી જોઈએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મેં હજુ સુધી બિગબુલ ફિલ્મ જોઈ નથી. પરંતુ એક જ સ્ટોરી ઉપર બીજી ફિલ્મને જોવી રોમાંચક છે. પ્રતિક ગાંધીએ વધુમાં કહ્યું કે, વિકાસ સ્વરૂપના ઉપન્યાસ સિક્સ સસ્પેક્ટસ પર આધારિક તિમ્માંશુ ધુલિયાની સાથે એક વેબ સિરિઝ કરી રહ્યો છું. જો કે, હજુ સુધી આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ ઉપરાંત પ્રતિક ગાંધી અભિનેત્રી તાપસી પન્નૂની સાથે ‘વો લડકી હૈ કહાં’ ફિલ્મમાં નજર આવશે. આ ફિલ્મને સિદ્ધાર્થ રોય કપૂર પ્રોડ્યુસ કરી રહ્યાં છે. આમ હવે પ્રતિક ગાંધી હિન્દી ફિલ્મ અને અન્ય વેબ સિરિઝમાં નજર આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code