- દરરોજ સવારે 4 થી 5 વાગે જાગી જાય છે
- પ્રાણાયામ અને સુર્ય નમસ્કાર કરવાનું ક્યારેય ભુલતા નથી
- મોદીજી સંપુર્ણ શાકાહારી છે
- દિવસ દરમિયાન માત્ર હળવો નાસ્તો કરે છે
- ભોજનમાં શાકભાજી અને ફ્રૂટ્સને વધુમહત્વ આપે છે
- ગમે તેટલા થાક્યા હોવા છતા વહેલા જાગી જવું જીવનમંત્ર છે
- આરામ વગર જ સતત કાર્ય કરવા માટે પુરા વિશ્વમાં જાણિતા
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો 69 મા જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. પીએમ મોદીની આટલી ઉંમર હોવા છતા તેઓ એકદમ તંદુરસ્ત અને ફિટ જોવા મળે છે. તેઓ આરામ વગર જ સતત કાર્ય કરવા માટે પુરા વિશ્વમાં જાણિતા છે.એક તરફ જ્યારે યુવાવર્ગ પોતાના કાર્યકારી જીવનમાં ખૂબ તાણ અને તણાવ અનુભવવા લાગી છે, તો બીજી તરફ પીએમ મોદીના કાર્ય પ્રત્યે અનેક પ્રશંસાઓ થઈ રહી છે. તો ચાલો જાણીએ મોદીની આ આશ્ચર્યજનક ફિટનેસનું રહસ્ય શું છે.
-મોદી દિવસભર સતત કામ કરે છે,પછી જ્યારે તેઓ રાત્રે ઊંધ લે છે અને ગમે તેટલા થાકેલા હોય છે છતા પણ વહેલી સવારે 4 થી 5 વાગ્યાની વચ્ચે જાગી જ જાય છે,ડોક્ટર્સ સામાન્ય રીતે 7 થી 8 કલાકની ઊંધ લેવાનું કહેતા હોય છે, તો તેની સામે આપણા પીએમ માત્ર 3 થી 4 કલાકની જ ઉંધ લે છે.
-મોદીજી રોજ સવારે જાગીને યોગ કરે છે,સુર્ય નમસ્કાર કરે છે,પ્રાણાયામ અને યોગાસન તેમની એનર્જી અને ફિટનેસનો કિંમતી મંત્ર છે,તેઓ ક્યારેય જીમ નથી જતા પરંતુ વહેલી સવારના સમયે વગર ચંપલે ઘાસમાં ચાલવાનું રાખે છે,અને બૉડીને સ્ટ્રેચ કરવાનું તેઓ ક્યારેય નથી ભૂલતા.
-સૂર્ય નસ્કાર અને પ્રાણાયામ કરવાથી મોદી કહે છે કે તેમનો તણાવ અને માનસીક થાક દુર થઈ જાય છે, તે ઉપરાંત નવી એનર્જી મળતી રહે છે ,જે આપણાને સતત કાર્યશીલ બનાવે છે,મોદીજી તેમના ભાષણમાં યૂવા પેઢીઓને ફિટ રહેવાનું સુચવતા રહેતા હોય છે.તેઓ તેમની તંદુરસ્તી પર ખુબ જ ધ્યાન આપે છે,નિયત ,કરેલા સમય મુજબ ઉઠવું,સતત કામ કરવું અને ગમે તેટલા મોડા સુતા હોય છતા પણ જાગીજ જવું આ બધા નિયમને તેઓ નુસરે છે.
-મોદીજી સંપૂર્ણ શાકાહારી છે, તેઓ ભોજનમાં ગુજરાતી તથા સાઉથ ઈન્ડિયન જમવાનું જ પસંદ કરે છે, તે ઉપરાંત મોદીજી ફ્રૂટ્સ અને શાકભાજીનો ઉપયોગ પોતાના ભોજનમાં વધુ માત્રામાં કરે છે,દિવસભર તેઓ હળવા નાસ્તાથી કામ ચલાવી લે છે.
આમ મોદીજી સતત કાર્યરત રહે છે,વગર આરામે કામ કરે છે છતા પણ તંદુરસ્ત રહે છે.ઉઠતા સાથે તેઓ પ્રાણાયામ અને હળવી કસરતો કરે છે,જેનું પરિણામ આપણે જોઈ જ શકીયે છીએ કે 69 વર્ષ પોતાના જીવનના પુરા કર્યા પછી પણ મોદીજી સતત નિરોગી જીવન જીવી રહ્યા છે.