દિલ્હીઃ દુબઈથી આવતી ફ્લાઈટ કેરળમાં એરપોર્ટ ઉપર લેન્ડીંગ દરમિયાન રન-વે પર લપસી પડી હતી અને સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 18 ઉપર પહોંચ્યો છે. દરમિયાન એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યૂરો, ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનઅને ફ્લાઈટ સેફ્ટી ડિપાર્ટમેન્ટની ટીમ દુર્ઘટનાની તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસમાં વિમાનનું બ્લેકબોક્ષ મળી આવ્યું હતું. ફ્લાઈટના પાયલટને લેન્ડિંગ કરવામાં મુશ્કેલી પડતી હોવાથી બે વખત લેન્ડીંગ ટાળવામાં આવ્યું હતું. જો કે, ત્રીજી વખત લેન્ડીંગનો પ્રયાસ કરતી વખતે આ દૂર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર દુબઈથી ક્રુ મેમ્બર સહિત 190 જેટલા મુસાફરોને લઈને ફ્લાઈટ કેરળના કોઝિકોડ પહોંચી હતી. દરમિયાન એરપોર્ટ ઉપર ફ્લાઈટ લેન્ટીંગ દરમિયાન રન-વે પર સ્લીપ ખાઈ ગઈ હતી અને રન-વે પરથી આગળ નીકળીને 35 ફુટ ઉંડી ખાઈમાં ખાબકી હતા. દુર્ઘટનાને પગલે ફ્લાઈટમાં સવાર મુસાફરોની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. દુર્ઘટનામાં બાળકો અને મહિલા સહિત કુલ 18 લોકોના મોત થયાં છે. જ્યારે 127 પ્રવાસીઓ સારવાર હેઠળ છે. બીજી તરફ આ બનાવને પગલે તપાસ ટીમો કોઝીકોડ પહોંચી છે. તેમજ ઈજાગ્રસ્તો અને તેમના પરિવારની મદદ માટે એક ખાસ ફ્લાઈટ મુંબઈથી કોઝીકોડ પહોંચ્યું છે. કેરળના મુખ્યમંત્રી પી.વિજયન સહિતના આગેવાનો પણ સ્થળ પર દોડી ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. બીજી તરફ દુબઈમાં ભારતીય દૂતાવાસ મૃતકોના પરિવાર અને ઘાયલોની મદદ માટે ખુલ્લુ રખાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના સીએમ પી. વિજયન સાથે દુર્ઘટનાને લઈને ચર્ચા કરી હતી. દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઈટની તપાસમાં બ્લેકબોક્ષ મળી આવ્યું હતું.
180 passengers and 6 crew members were on board the flight. 149 injured passengers admitted to hospitals in Malappuram and Kozhikode districts, 22 in critical condition. 22 discharged after first aid: K Gopalakrishnan, Malappuram Collector on #KozhikodePlaneCrash https://t.co/48DVkyx9k8
— ANI (@ANI) August 8, 2020
અમેરિકન વિદેશ મંત્રાલયે કહ્યું કે, કેરળમાં બનેલી વિમાન દુર્ઘટનાના અસરગ્રસ્તો સાથે અમારી સંવેદનાઓ છે. અમે દુઃખની આ ઘડીમાં માર્યા ગયેલા લોકોના પરિવાર અને મિત્રો સાથે છીએ. સાથે જ ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરીએ છીએ.