Site icon Revoi.in

4 રાજ્યોમાં 15 હજાર લોકોને સુરક્ષિત ખસેડાયાઃપૂરમાં ફસાયેલા 6 હજારલોકોને બચાવાયા

Social Share

દેશના ચાર રાજ્યો મહારાષ્ટ્ર,કેરળ,કર્નાટક અને તામિલનાડુમાં બચાવ કાર્ય જોશમાં ચાલી રહ્યું છે ત્યારે અત્યાર સુધી 123 ટીમે 16 જીલ્લામાં બચાવ કાર્ય કરી રહી છે તે ઉપરાંત એનડીઆરએફની 173 ટીમે રેસ્ક્યૂ ઓપરેશનમાં વ્યસ્ત છે ત્યારે ગુજરાતના નડીયાદમાં એક ઈમારત ધરાશય થતા 4 લોકોના મોત થયા હતા.

 ભારતીય સેનાએ શુક્રવારના રોજ જણાવ્યું હતુ કે 4 રાજ્યો પૂરથી પિડીત છે,પૂરથી પ્રભાવિત ચાર રાજ્યોમાં કુલ 15000 લોકોને બચાવવામાં આવ્યા હતા, જ્યારે 6 હજાર લોકોને રેસ્ક્યૂ ઓપરેશન કરીને સહીસલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા, આ પૂર પિડીત રાજ્યોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડૂ અને કેરળનો સમાવેશ થાય છે, ભારતીય સેનાએ 450 લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા છે,300 લોકોને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા છે.

ત્યારે કેરળના કોટય્યમમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતી સર્જાય છે,  રાજ્યમાં હાલ સુધી 42 લોકો જીવ ગુમાવી ચુક્યાછે, ત્યારે 8 ગસ્ટના રોજ ભૂસ્ખલનની ઘટના પણ સામે આવી હતી ત્યારે 30 લોકો તો હજુ પણ લાપતા છે જેઓની કોઈ પણ ભાળ નથી મળી રહી,ત્યારે હાલ પણ રેસ્ક્યૂ ઓપરેશન સતત શરુ છે, હવામાન ખરાબ થતાની સાથે વરસતા વરસાદના લીધે લોકો હાલાકી ભોગવી રહ્યા છે.

ત્યારે મહારાષ્ટ્રના ડિફેંસ પીઆરઓએ જણાવ્યું કે આજે સવારે છ વાગ્યે નૌસેનાની 14 ટીમને કોલ્હાપુર પાસે શિરોલી ગામમાં રેસ્ક્યૂ પરેશન માટે બાલાવવામાં આવી હતી,એનડીઆરએફે શુક્રવારના રોજ જણાવ્યું કે પૂર ગ્રસ્ત રાજ્યોમાંથી અત્યાર સુધી 42 હજાર લોકોને સુરક્ષિત સ્થાન પર સ્થળાંતર કરાવવામાં આવ્યું છે, જ્યારે 5375 લોકોને બચાવાયા છે, ત્યારે હાલ પણ 173 ટીમ બચાવકાર્ય માટે કાર્યરત છે.

ત્યારે હવે ગુજરાતની વાત કરીયે તો  મધ્ય ગુજરાતના આણંદ શહેરમાં શુક્રવારના રાતે ત્રણ માળની એક બિલ્ડિંગ જમીનદોસ્ત થતા 4 લોકોના મોત થયા હતા આણંદની પ્રગતિ નગર સોસાયટીમાં આ ઘટના બનવા પામી હતી, ત્યારે ગુજરાતના જ અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં પણ વરસતા વરસાદમાં એક દિવાલ પડતા 4 લોકોના મોત થઈ ચુક્યા છે

 થોડા દિવસથી સતત વરસી રહેલા વરસાદને લઈને  હવામાન વિભાગે શુક્રવારે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી કરી છે,ત્યારે ગોવા, તમિળનાડુ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદની ચેતવણી આપી હતી, ઉત્તરપૂર્વ, મધ્ય અને દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્ર વિસ્તારોમાં 50 કિ.મી.ની ઝડપે  પવન ફૂકાંવાની આગાહી પણ કરવામાં આવી હતી.