Site icon hindi.revoi.in

ગુજરાતમાં કોરોનાના નવા 1052 કેસ નોંધાયાં, 22 દર્દીના થયા મોત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના નવા 1052 કેસ સામે આવ્યાં છે. આમ રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 56874 થયો છે. જો કે, રાહતની વાત એ છે 1000થી વધારે દર્દીઓ સાજા થઈનો 24 કલાકમાં હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં 24 કલાકમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સુરતમાં નોંધાયાં હતા. સુરતમાં કોરોના વાયરસના 258 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. આવી જ રીતે અમદાવાદમાં 188, વડોદરામાં 96, રાજકોટમાં 74, સુરેન્દ્રનગરમાં 30, દાહોમાં 27, પાટણમાં 27, ભરૂચમાં 24, ગાંધીનગરમાં 34, અમરેલીમાં 22, બનાસકાંઠામાં 19, ભાવનગરમાં 33, વલસાડમાં 19 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં કોરોના વાયરસમાં 24 કલાકમાં 22 દર્દીઓના મોત થયાં હતા. આમ કોરોના મહામારીમાં મૃત્યુઆંક વધીને 2348 ઉપર પહોંચ્યો છે. જો કે, રાહતની વાત એ છે કે, 24 કલાકમાં 1015 દર્દીઓ સાજા થયાં હતા. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 41 હજારથી વધારે દર્દીઓ સાજા થયાં છે. હાલ રાજ્યમાં અત્યારે 13146 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 81 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 13065 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં 24 કલાકમાં 25474 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આમ રાજ્યમાં કુલ 6,67,844 ટેસ્ટ કરાયાં છે.

Exit mobile version