Site icon hindi.revoi.in

ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 50 હજારને પાર, અત્યાર સુધીમાં 36403 દર્દી થયાં સાજા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન 24 કલાકમાં કોરોના વાયરસના રેકોર્ડબ્રેક 1026 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. આમ રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો વધીને 50 હજારને પાર થયો છે. જો કે, રાહતની વાત એ છે કે, 744 દર્દીઓ સાજા થયાં હતા. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 35 હજારથી વધારે દર્દીઓ સાજા થયાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં 24 કલાકમાં કોરોના વાયરસના કેસ સૌથી વધારે સુરતમાં નોંધાયાં હતા. સુરતમાં કોરોના વાયરસના 299 કેસ નોંધાયાં હતા. જ્યારે અમદાવાદમાં 199, રાજકોટમાં 58, વડોદરામાં 75 અને ભાવનગરમાં38 કેસ નોંધાયા હતા. તેમજ દાહોદમાં 39, બનાસકાંઠામાં 25, સુરેન્દ્રનગદરમાં 21, પાટણમાં 20, ગાંધીનગરમાં 19, નર્મદામાં 19, ગીરસોમનાથમાં 18, મહેસાણામાં 18 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં 24 કલાકમાં 744 દર્દીઓ સાજા થયાં હતા. રાજ્યમાં રિકવરી રેટમાં વધારો થયો છે. અત્યાર સુધીમાં 36403 દર્દીઓ સાજા થયાં છે. જ્યારે 34 દર્દીઓના મોત થયાં હતા. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 2200થી વધારે દર્દીઓના કોરોના મહામારીમાં મોત થયાં છે. રાજ્યમાં હાલ 11861 એક્ટિવ કેસ છે. જે પૈકી 82 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 11779 દર્દીઓની હાલત સ્થિર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક વધારો થયાં તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ કોરોના વાયરસનું સંક્રમણ વધારે ફેલતું અટકાવવા માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે.

Exit mobile version