ઠેર-ઠેર પાણી ભરાયા
નદીઓ બન્ને કાંઠે વહેતી થઈ
અનેક ગોમોમાં વિજળીનો કાપ
રસ્તાઓ પાણીમાં ગરકાવ
ઉત્તર ગુજરાતમાં વરસાદથી ખુશીનો માહોલ
અનેક ડેમોમાંથી પાણી છોડવામાં આવ્યું
ઘણા ડેમમાં નવા નીરની આવક
જ્યારે ચોમાસું બેસી ગયું હોવા છતા વરસાદ પડતો ન હતો ત્યારે દરેક ગુજરાતીઓ આકાશ તરફ મીટ માંડીને બેસ્યા હતા કે ક્યારે વરસાદ આવે ત્યારે હવે સમગ્ર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચુકી છે રાજ્યભરમાં ભારે વરસાદ નોંધાયો છે, ત્યારે હવે અતિભારે વરસાદના કારણે લોકોનું જનજીવન ખોળવાયું છે , કેટલાક ગોમામાં વિજળી ડુલ થયેલી જોવા મળે છે તો વળી કેટલાક અંતરીયાળ ગામોમાં નદી બન્ને કાંઠે વહેતા ગામ સંપર્ક વિહોણા બન્યા છે, વસરાદે પકડોલા જોરને લઈને સમગ્ર ગુજરાતમાં મોટે પાયે નુકશાન નોધાયું છે , જ્યારથી ચોમાસાની શરુઆત થઈ છે ત્યાર થી લઈને આજ દિન સુધી 27 લોકોના વિજળી પડવાના કારણે મોત થયા છે તો 4 લોકોના ઝાડ પડવાના કારણે મોત નીપજ્યા છે ત્યારે 6 લોકોના મોત પાણીમાં ડૂબી જવાથી થયા છે ત્યારે 14 લોકોના મોતનું કારણ પણ વરસાદ બન્યું છે, ગુગરાતના અનેક ગામોની નદીઓ બન્ને કાઠે વહેતી થઈ છે જેને લઈને તટપર વસતા લોકોને ધર ખાલી કરવાનો વારો આવ્યો છે.
આ સિવાય ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની 53,570 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે જ્યારે દમણગંગામાં 41,283 ક્યુસેક પાણીની આવક અને 34,260 ક્યુસેક પાણીની જાવક થઈ હતી. સરદાર સરોવર ડેમમાં 9641 ક્યુસેક પાણીની આવક નોંધવામાં આવી છે . તેમજ ઘેલો નદી બે કાંઠે, ગઢડાથી વલ્લભીપુર થઈ વહેતી ઘેલો નદીમાં પાણી આવતા કોઝવે બંધ થયા હતા. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ 309.01 મિમિ વરસાદ નોંધાયો છે જે ઋતૂનો 38 ટકા વરસાદ છે. રાજ્યની ડેમોની સ્થિતિ જોઇએ તો પાંચ ડેમ 70થી 100 ટકા ભરાયા છે.
સમગ્ર રાજ્યભરમાં વરસાદને પગલે 9 તાલુકાના 59 ગામો વીજળી વિહોણા બન્યાં છે. સૌથી વધુ દેવભુમિ દ્વારકા ખાતે લાલપુરના 12 ગોમોમાં વિજળી ડુલ થી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં નેક લોકોને સ્થળાંતર કરાવામાં આવી રહ્યું છે ખાસકરીને જે લોકોના ઘર નદીની આસપાસ હતા તેના લોકોને સુરક્ષીત જગ્યોએ ખસેડવામાં વી રહ્યો છે તો નાના નાના ગામોની ખાડીઓ પરથી પણ પાણી વહેતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે જેને લઈને ગામ ગામનો સંપર્ક તૂટ્યો છે અનેક લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે
જો હવો સૌરાષ્યની વાત કરીયે તો રાજકોટ જિલ્લામાં પણ ભારે વરસાદ નોંધાયો છે જ્યારે કંકાવટી નદી બે કાંઠે વહેવા લાગી છે. હડમતિયાના ખેડૂતો માટે વરસાદ આશીર્વાદ સમાન બન્યો છે. જેને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તરફ રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 9 ઈંચ વરસાદ પડ્યો છે ત્યારે હજુ વરસાદે થોભવાનું નામ નથી લીધું .ભારે વરસાદના પગલે અનેક સ્થળે રસ્તાઓનું ધોવાણ થયેલું જોવા મળ્યું હતું તો વળી ક્યાક આખેઆખા રસ્તાઓ પાણીમાં ગાયબ થયેલા જોવા મળ્યા હતા. રાજકોટ આજી-2 ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો તો ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હતા. મોરબીના મચ્છુ -2 ડેમમાં અઢી ફૂટ પાણી આવ્યું છે અને મચ્છુ- ડેમમાં 5 ફૂટ નવા પાણીની આવક જોવા મળી હતી
ત્યારે ઇત્તર ગુજરાતમાં પમ વરસાદે જોર પકડ્યું છે બનાસકાંના વાવ અને થરાદ ગામમાં 12 કલાકમાં કુલ 9 ઈંચ વરસાદ નોંધાયો હતો આ ક વો વિસેતાર છે જ્યા લોકો અને ખેડૂતો હંમેશા પાણી માટો વલખા મારતા હોય છે ત્યારે વરસાદના કારણે ખેડૂતો રાજી થયા હતા નેક ખોતરો પાણીથી ભરાયા હતા, મૂશળધાર વરસાદ વરસતાજગતના તાતમાં આનંદ છવાયો હતો પોતાનો ખેતરો ટાપુમાં ફેરવાયો હોવા છતા ખંડૂતોમાં ઉત્સાહ સમાયો ન હતો તેનું કારણ એજ હતું કે વિસેતારોમાં ઉનાળા કે શિયાળાના સમયગાળા દરમિયાન પાણઈની ખુબજ તંગી જોવા મળે છે.ત્યારે વાવ અને થરાદમાં વહીવટી તંત્ર સતર્ક બન્યું છે પરંતુ વરસાદ ધીમો પડી જતા પરિસ્થિતી કાબુમાં જોવા મળી હતી ,એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે