મહારાષ્ટ્રમાં આ વર્ષના આખરમાં વિધાનસભાની ચૂંટણીઓ માટે તમામ રાજકીય પક્ષોએ કમર કસવાની શરૂ કરી દીધી છે. હાલમાં ભાજપ-શિવસેના ગઠબંધનવાળી સરકારનું નેતૃત્વ કરી રહેલા મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસ ચૂંટણી અભિયાન હેઠળ રથયાત્રા કાઢશે. મુખ્યપ્રધાન દેવન્દ્ર ફડણવિસની રથયાત્રા મહારાષ્ટ્રના તમામ વિધાનસભા મતવિસ્તારોમાંથી પસાર થશે.
ઓગસ્ટથી શરૂ થનારી આ રથયાત્રાના બે મુખ્ય શૂત્રો હશે. પહેલું સૂત્ર હશે- ફિર એકબાર શિવશાહી સરકાર અને બીજું સૂત્ર હશે- અબકી બાર, 220 પાર.
મહત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભા બેઠકો છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે 1 બેઠકો પર જીત જરૂરી છે. હાલ 288 બેઠકોમાંથી 122 પર ભાજપ અને 63 પર શિવસેનાનો કબજો છે. કોંગ્રેસને 42 અને એનસીપીને 41 બેઠકો પર કાબિજ છે.