Site icon Revoi.in

લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાનનો આરંભઃ રવિશંકર પ્રસાદ સહિતના આગેવાનોએ કર્યુ મતદાન

Social Share

દિલ્હીઃ લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાનનો સવારે આરંભ થયો હતો. સવારથી જ મતદાન મથકો ઉપર મતદારોની લાઈન જામી હતી. દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ સહિતના નેતાઓએ પણ મતાધિકારીનો ઉપયોગ કર્યો હતો. મતદાન શાંતી પૂર્ણ માહોલમાં યોજાય તે માટે ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.

હિમાચલ પ્રદેશમાં ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર અને ભાજપના નેતા પ્રેમકુમાર ધૂમલે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યોલ હતો. આ નેતાઓ સામાન્ય મતદારોની જેમ લાઈનમાં ઉભા રહ્યાં હતા. કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી મનોજસિંહાએ પણ મતદાન કર્યું હતું. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને આનંદપુર સાહિબ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મનીષ તિવારીએ લુધિયાનામાં મતદાન કર્યું હતું. ઝારખંડમાં ધારાસભ્ય પ્રો. સ્ટીફન મરાંડી અને નલિન સોરેન પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પટનામાં મતદાન કર્યું હતું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેખ બેનર્જીએ દક્ષિણ કોલકતાની લોકસભા બેઠક પર મતદાન કર્યું હતું. ક્રિકેટર હરભજનસિંહ પર સવારે જલંધરના ગરહી ગામમાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા. તેઓ સામાન્ય મતદારો સાથે લાઈનમાં ઉભા રહ્યાં હતા.